• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પંચાયત માં ભગવો લહેરાયો*

જિલ્લા પંચાયતની 24 બેઠકોમાં મતદારો ભાજપ સાથે રહ્યા અડીખમ : કોંગ્રેસને 10 બેઠક મળી

મોરબી : મોરબી જિલ્લામાં પરિવર્તનનું વાવાઝોડું ફુંકાતા આ વાવાઝોડામાં કોંગ્રેસ ફેંકાય ગઈ છે અને મતદારોએ પાંચ વર્ષ બાદ ફરી ભાજપના વિકાસમાં વિશ્વાસ મૂકી જિલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી 14 બેઠકોમાં ભાજપને ઝળહળતી જીત અપાવી છે.કોંગ્રેસ પાંચ વર્ષ દરમિયાન પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફ્ળ રહેતા માત્ર 10 બેઠકો મેળવી સંતોષ માનવો પડ્યો છે.

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લાપંચાયતની મતગણતરીની શરૂઆત થતા જ મહત્તમ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા અને જેમ-જેમ મતગણના આગળ ધપતી ગઈ તેમ-તેમ પરિવર્તનનો વાયરો તેજ બન્યો હતો.ખાસ કરીને આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીના ઉમેદવારો નડતા ભાજપને વિજય મેળવવાનો માર્ગ મોકળો બની ગયો હતો જો કે,એકાદ બે બેઠકોને બાદ કરતા તમામ 19 બેઠકોમાં ભાજપના ઉમેદવારો મોટા માર્જીનથી વિજેતા બન્યા હતા.

 

આ વખતે કોંગ્રેસને હળવદ,ટંકારાના ગઢ ગુમાવવા પડ્યા છે તો આઝાદી બાદ પહેલી વખત વાંકાનેર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ સ્થપાયું હોય તેમ જિલ્લા પંચાયતની બેઠકોમાં કોંગ્રસને બદલે ભાજપના ઉમેદવારોને મળતા મતનું પ્રમાણ વધતું જોવા મળ્યું હતું.

 

જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.1-આમરણ-સરોજબેન નિમેષભાઇ ગાંભવા- કોંગ્રેસ-6483-ચુંટાયેલ

2-બગથળા-જયશ્રીબેન સતીષકુમાર મેરજા–કોંગ્રેસ-7980-ચુંટાયેલ

3-ચંદ્રપુર-મંજુબેન કરશનભાઇ લુંભાણી-કોંગ્રેસ-7619-ચુંટાયેલ

4-ચરાડવા-પ્રવિણભાઇ ત્રિભોવનભાઇ સોનગ્રા-ભાજપ-9544-ચુંટાયેલ

5- ઢુવા-સરોજબેન વાઘજીભાઇ ડાંગરોચા-ભાજપ-7949-ચુંટાયેલ

6-ઘનશ્યામપુર-લીલાબેન રવજીભાઇ પરમાર-ભાજપ-8942-ચુંટાયેલ

7-ઘુંટુ-હંસાબેન જેઠાભાઇ પારેઘી-ભાજપ-8114-ચુંટાયેલ

8-જેત૫ર-અજય મનશુખ લોરીયા-ભાજપ-11019-ચુંટાયેલ

9- ખાખરેચી-મહેશકુમાર ધીરજલાલ પારજીયા-કોંગ્રેસ-7312-ચુંટાયેલ

10-લજાઇ-ચંદ્રિકાબેન નથુભાઈ કડિવાર-ભાજપ-8330-ચુંટાયેલ

11-મહેન્દ્રનગર-જાનકિ જિગ્નેશભાઇ કૈલા-ભાજપ-7067-ચુંટાયેલ

12- મહિકા-નવઘણભાઇ દેવસીભાઇ મેઘાણી-કોંગ્રેસ-9263-ચુંટાયેલ

13-માથક-મેરાભાઇ કરમશીભાઇ વિઠલાપરા-ભાજપ-6738-ચુંટાયેલ

14- મોટા દહીસરા-અસ્મીતાબેન કીશોરભાઈ ચીખલીયા-ભાજપ-8718-ચુંટાયેલ

15-ઓટાળા-કમળાબેન અશોકભાઈ ચાવડા-ભાજપ-5858-ચુંટાયેલ

16-રાજાવડલા-જ્યોતિબા હરદેવસિંહ જાડેજા-કોંગ્રેસ-8215-ચુંટાયેલ

17- રાતીદેવળી-ઝાહીરઅબ્બાસ યુસુફ શેરસીયા-ભારતીય જનતા પાર્ટી-9766-ચુંટાયેલ

18- રવાપરા-નયનકુમાર લાલજીભાઇ અઘારા-કોંગ્રેસ-8324-ચુંટાયેલ

19-સાપકડા-ચંદુલાલ છગનભાઇ શિહોરા-ભાજપ-8340-ચુંટાયેલ

20-શકત શનાળા-જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા-ભાજપ-8467-ચુંટાયેલ

21-ટંકારા-ભુપેન્દ્ર દામજીભાઈ ગોધાણી-કોંગ્રેસ-8788-ચુંટાયેલ

22-ટીકર(રણ)-સરોજબેન ધર્મેન્દ્રભાઇ પટેલ- કોંગ્રેસ-7675-ચુંટાયેલ

23- તિથવા-હફીજાબેન ઇસ્માઇલભાઇ બાદી-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ-8596-ચુંટાયેલ

24- ત્રાજ૫ર- હીરાલાલ જીવણભાઇ ટમારીયા-ભારતીય જનતા પાર્ટી-5288-ચુંટાયેલ

Related posts

GOLD RATE TODAY: આજે ફરી ઘડ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

Hello Morbi

*અમરેલી માં નાની વયે મોટી નામના ધરાવતા પત્રકાર ભાવેશ વાઘેલા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાનું ગૌરવ : મેઘપર(ઝાલા)ના શિક્ષિકા હેતલબેન સોલંકી(વરૂ)ને મળ્યું ચિત્રકૂટ એવોર્ડ સન્માન*

editor

Leave a Comment