• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:તાલુકા – માળિયા મી .. આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા વિરોધી જૂન માસ અંતર્ગત મલેરિયા અટકાયતી કામગીરી ઝુંબેશ ચાલુ*

તાલુકા – માળિયા મી .. આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા વિરોધી જૂન માસ અંતર્ગત મલેરિયા અટકાયતી કામગીરી ઝુંબેશ ચાલુ..

માળીયા(મી.) : તાલુકા હેલ્થ ઓફિસર માળિયા નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ જૂન માસ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી .ઘરોમાં તેમજ જે-તે સ્થળો પર ભરાયેલા પાણી દૂર કરવા તથા લોકોને વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી માં સ્કૂલ ખાતે આરોગ્ય શિક્ષણ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું . ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરોને દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ જૂન માસ મેલેરીયા વિરોધી માસ દરમિયાન ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ છે.
ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા,ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેશોની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી ,નકામાં પાણીના પાત્રો ખાલી કરાવેલ તથા પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા.. ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી.
વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.પાણીના પાત્રો ઢાંકીને રાખવા,અઠવાડિક ઘસીને સાફ કરવા વગેરે જનજાગૃતિ કરવામાં આવી હતી. અને પોરા નિર્દશન અને જતું નાશક દવા યુક્ત મચ્છરદાની માં જ સુવા બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મહાનગરપાલિકા વોર્ડ નં. 𝟗 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરાયું*

editor

*જોડિયા કોર્ટ કચેરી ખાતે ૭૬ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ*

Hello Morbi

Leave a Comment