• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા સંધીવાસ નજીક પટ્ટાં ફોર્ડ ફીગો કારમાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂ બોટલ નંગ- ૧૧૩ અને મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

ટંકારા સંધીવાસ નજીક પટ્ટાં ફોર્ડ ફીગો કારમાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂ બોટલ નંગ- ૧૧૩ કિ.રૂ કિ.રૂ.૪૨,૩૭૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૯૨,૩૭૫/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૧૧/૦૬/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક, રાજકોટવિભાગ, રાજકોટનાઓ તરફથી સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી. -જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં અસકારક કામગીરી કરી બદ્દી નેસ્ત નાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી, મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પ્ત શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા PC વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે ટંકારા સંધીવાસ જુમા મસ્જીદની સામે પટ્ટમાં પડેલ હકિકત વાળી બંધ હાલતની સિલ્વર કલરની ફોર્ડ ફીગો કાર નં.GJ-03-FD-2644 માંથી ગે.કા, રીતે પરપ્રાંત માંથી મંગાવેલ ભારતિય બનાવટનો નીચે જણાવેલ વિગતેનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુઃ-
(૧) મુસ્તાકભાઇ હાસમભાઇ સોહરવદી જાતે ફકીર ઉ.વ. ૩૭ રહે ટંકારા સંધીવાસ જુમા મસ્જીદની બાજુમાં તા.ટંકારા જી.મોરબી
પકડવાના બાકી આરોપીના નામ સરનામા (૧) માલ મોકલનાર :- ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ મુસ્લીમ રહે. ચંદ્રપુર તા વાંકાનેર જી.મોરબી – પકડાયેલ મુદામાલની વિગત :-
(૧) મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૧૩ કિ.રૂ.૪૨,૩૭૫/- (૨) જુના જેવી બંધ હાલતની ફોર્ડ ફીગો કાર નં,GJ-03-FD-2644 કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ
કિં.રૂ.૯૨,૩૭૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે. – કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.હોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે ચૌહાણ શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:શું તમારે નવરાત્રી પહેલા વજન ઘટાડવો છે?તો વાંચો*

editor

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

editor

*ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને* *જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ*

Hello Morbi

Leave a Comment