• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર પાસેથી ટાટા ટ્રકના ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૧૬ પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

વાંકાનેર પાસેથી ટાટા ટ્રકના ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૧૬ કી.રૂ.
૨,૮૭,૫૮૦/- મળી કુલ કી.રૂ. ૭,૯૩,૦૫૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ
બ્રાંચ મોરબી,
તા.૧૦/૦૭/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જિલ્લાનાઓએ મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી શ્રી ડી.એમ,ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ શ્રી કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ. તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ. સી.બી. તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ટાફના માણસો વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયાને સયુંકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર થાન, રોડ તરફથી એક ટાટા ટ્રક નંબર-GJ-14-7-0224 વાળી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જનાર છે. જે ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. તેવી સચોટ મળેલ હકિકત આધારે વાંકાનેર ચંદ્રપુર રોડ ઉપર હકિકત વાળી ટ્રકની વોચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી નીચે જણાવેલ ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલોનો જથ્થો તથા અન્ય મુદામાલ મળી આવતા એક ઇસમને પકડી પાડી વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામું
૧. દિલીપભાઇ જગમાલભાઇ પઢારીયા ઉ.વ. ૩૮ રહે. હાલ રાજકોટ મોરબી રોડ, સદગુરૂ સોસાયટી ૨૫- વારીયા શેરી નં-૦૨ ૫૪૪૧ તા.જી.રાજકોટ મુળ ગામ ઇન્દ્રા તા.માણાવદર જી.જુનાગઢ
પકડવાના બાકી આરોપીનું નામ સરનામ
૧, ધવલભાઇ કિશોરભાઇ વાઢેર રહે. રાજકોટ કુવાડવા રોડ, બેડીપરા, જુના જકાતનાકા પાસે શિવપરા
કબ્જે કરેલ મુદામાલની વિગત (૧) મેકડોવેલ્સ-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૮૪ કી.રૂ. ૩૧,૫૦૦/- (૨) મેકડોવેલ્સ-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૧૨૦ કી.રૂ.૨૨,૮૦૦/- (૩) મેકડોવેલ્સ-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૩૩૬ કી.રૂ.૩૩,૬૦૦/- (૪) ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૩૨ કી.રૂ.૪૭,૫૨૦/- (૫) ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૯૬ કી.રૂ.૧૭,૭૬૦/- (૬) ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૩૮૪ કી.રૂ.૩૮,૪૦૦/- (૭) તું સ્ટ્રોક વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૧૯૨ કી.રૂ.૨૮,૮૦૦/-
(૮) ડીસ્કાઉન્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૬૭૨ કી.રૂ.૬૭,૨૦૦/-
(૯) ટાટા ટ્રક રજી, નં. GJ-14-7-0224 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(૯) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- (૧૦) રોકડા રૂપીયા-૪૭૦/- મળી એમ બોટલો નંગ-૨૦૧૬ પેટીઓ નંગ-૬૪ ની કી.રૂ.૨,૮૭,૫૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૭,૯૩,૦૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.હોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ. ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય*

editor

*HELLO MORBI:શ્રી લોહાણા મહાપરિષદની પ્રેરણાથી થરા જલારામ મંદિરના પ્રાગણમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ*

editor

*HELLO MORBI NEWS: માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ડીસાના ડો.જીગર અસ્નાનીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

Leave a Comment