• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હરિદ્વાર ભાગવત કથામાં થનાર તમામ આવક ટેટોડા ખાતે ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ વપરાશે*

હરિદ્વાર ભાગવત કથામાં થનાર તમામ આવક ટેટોડા ખાતે ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ વપરાશે
ડીસા નગરની સેવાભાવી સંસ્થાઓ શ્રી જય જલારામ ટ્રસ્ટ,શ્રી સુખદેવ સેવા સંસ્થાન તેમજ શ્રી જલારામ સત્સંગ મંડળ દ્રારા અધિક માસમાં તારીખ 1-8-2023 મંગળવાર થી તારીખ 7-8-2023 સોમવાર સુધી હરિદ્વાર સ્વામિનારાયણ આશ્રમ મંદિર ખાતે પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ ના વ્યાસાસને દિવસે ભાગવત કથા તેમજ રાત્રિ દરમિયાન પૂજ્ય શ્રધ્ધા ગોપાલ દીદીજીના વ્યાસાસને શ્રી ગૌ રામકથાનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ કથા દરમિયાન થનાર તમામ આવક ટેટોડા ખાતે દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગૌમાતા હોસ્પિટલ માટે વપરાનાર છે.આગામી શ્રાવણ માસમાં અધતન ગૌમાતા હોસ્પિટલ નું ટેટોડા ખાતે સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં વાજતેગાજતે ખાતમૂહુર્ત-ભૂમિપૂજન કરાનાર છે.વર્ષ 2024 માં શ્રી રાજારામ ગૌશાળા ટેટોડાને 25 વર્ષ પૂર્ણ થતાં ગૌમાતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી ગૌમૈયાને અર્પણ કરાશે.
સમગ્ર આયોજનની સફળતા માટે યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,શશીકાંતભાઈ ડી.ઠકકર,દીલીપભાઈ રતાણી,પ્રકાશભાઈ રામપ્રસાદભાઈ ઠકકર,ભરતભાઈ ભાવિક,મણીભાઈ પટેલ-શેઠ,નરેશભાઈ ડી.આચાર્ય,મહેશભાઈ પોપટ,કમલેશભાઈ રાચ્છ,દિનેશભાઈ ચોકસી,તારાચંદભાઈ ડી.મજેઠીયા,આનંદભાઈ પી.ઠકકર સહિત સૌ કોઈ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.
પૂજ્ય દત શરણાનંદજી મહારાજ,પૂજ્ય શીયાવલ્લભદાસજી મહારાજ,પૂજ્ય રામરતનજી મહારાજ સહિત સૌ સંતોના આશીર્વાદથી આરંભાયેલ આ સત્કાર્ય માટે સમગ્ર ગુજરાતમાંથી અભૂતપૂર્વ સહકાર મળી રહેલ છે.ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ સહકાર આપનાર ગૌસેવકોએ ભગવાનભાઈ બંધુ મોબાઈલ નંબર 9825638643 ઉપર સંપર્ક કરવાનો રહેશે.તારીખ 31-7-2023 ના રોજ 252 યાત્રિકો યોગા એક્સપ્રેસમાં પાલનપુર થી હરિદ્વાર કથા હેતુ રવાના થશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી*

editor

*HELLO MORBI:પ્રશાસન,પત્રકાર,અને રાજકીય અગ્રણીઓ નો આભાર વ્યક્ત કરતા અને અભિનંદન આપતા મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ.*

editor

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

Hello Morbi

Leave a Comment