• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*અત્યાર સુધી ના ૨૩ કેમ્પ મા કુલ ૭૪૨૫ લોકોએ લાભ લીધો તેમજ ૩૨૭૧ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૮-૨૦૨૩ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી ના સ્વ.ચંપાબેન ત્રિભોવનભાઈ કક્કડ (હ.મનોજભાઈ કક્કડ) પરિવાર ના સહયોગ થી વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૩ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૭૪૨૫ લોકો એ લાભ લીધો હતો તેમજ ૩૨૭૧ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ
મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*HELLO MORBI: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ પાલનપુર ખાતે યોજાયો વાર્તા ઓરિએન્ટ કાર્યક્રમ*

Hello Morbi

*અવસાન નોંધ:બેસણું મોરબી*

Hello Morbi

*HELLO MORBI:વિહળધામ પાળીયાદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગ ની બેઠક યોજાઈ*

editor

Leave a Comment