• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ, ધાડના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ ધાડના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાબુંઆ જિલ્લા ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

તા.૦૨/૦૮/૨૦૨૩
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ લાંબા સમયથી મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા જે અન્વયે શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI ચંન્દ્રકાતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકીકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે.ફ. ગુ.ર.નં.૧૨૯/૨૦૦૯ ઇ.પી.કો. કલમ-૩૯૫ ,૪૪૮,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી રત્ના ઉર્ફે રતન નારૂભાઇ ભાભોર રહે. ભોયરા ગામ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો જાબુંઆ જિલ્લાના ભોયરા ગામે હાજર હોવાની હકીકત મળતા જે હકીકત આધારે ઉપરોકત ટીમના માણસો તથા ડ્રા.PC સતીષભાઇ કાંજીયા ને નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ ટીમ બનાવી જાબુંઆ જિલ્લા ખાતે મોકલતા ઉપરોકત ગુન્હાના નાસતા ફરતા આરોપી રત્ના ઉર્ફે રતન નારૂભાઇ ભાભોર/અનુ.જનજાતી ઉવ.૪૫ રહે. ભોયરા ગામ તળવી ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળાને જાબુંઆ જીલ્લાના ભોયરા ગામેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા.પો.સ્ટે.માં સોપી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI: ટંકારા ના ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા ને સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

editor

મોરબી ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞ માં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

Hello Morbi

*આજ રોજ જોડિયા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કર્મચારીઓ નો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.*

Hello Morbi

Leave a Comment