• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના ઘુટુ ગામે રહેણાંક ના મકાનના ફળિયામાં છુપાવેલો 95 બોટલ દારૂ ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

ધુટુ ગામે આરોપીના રહેણાંક મકાનમાં ફળીયામાં છુપાવી રાખેલ અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની
બોટલો નંગ-૯૫ કી.રૂ. ૩૪,૫૦૦/- નો મુદામાલ પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી
તા-૦૨/૦૪/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ, એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે,જે ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરોમરા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના પુ ગામ પ્લોટ વિસ્તારમાં વોકળા કાંઠે આવેલ નીચે જણાવેલ આરોપીના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ફળીયામાં ખાડો ખોદી કેરબામાં છુપાવેલ ગે.કા. પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/વોડકાનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડવાના બાકી આરોપીના નામ સરનામા (૧) હરજીભાઇ ધીરૂભાઇ અદગામા/કોળી રહે. ટુ પ્લોટ વિસ્તાર હનુમાનજીના મંદીર પાછળ વોકળા કાંઠે તા.જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) મેકડોવેલ્સ નં-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી બોટલો નંગ-૫૨ કિ.રૂ.૧૯,૫૦૦/- (૨) ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકા બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦/- (3) ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી બોટલો નંગ-૦૭ કિ.રૂ.૪,૨૦૦/- મળી કુલ બોટલો
નંગ-૯૫ કિ.રૂ.૩૪,૫૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:રાજકોટ તાલુકાના કાગદડી ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા*

editor

*મોરબી જિલ્લામાં આજે વધુ આઠ કેસ નોંધાયા અને પાંચ દર્દીઓ સાજા થયા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના વેપારીઓના રૂ. ૧૦ ની નોટના અછત અંગેના પ્રશ્નનું નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી*

editor

Leave a Comment