
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૧૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા
સર્વેલન્સ ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા I/C પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી પી.એ.ઝાલા સાહેબ સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે સી.પી.આઇ.શ્રી,વાંકાનેર શ્રી વી.પી.ગોલ સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન અનાર્મ લોકરક્ષક અજયસિંહ ઝાલા નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે દુકાન સામે શેરીમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસી શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) અરવીંદભાઇ ઉર્ફે મનીયો SI0 જેસીંગભાઇ ઉડેચા જાતે કોળી ઉવ.૨૬
૨) સવજીભાઇ મેપાભાઇ ફીસડીયા જાતે કોળી ઉવ.૪૫
૩) મનજીભાઇ છગનભાઇ સરાવાડીયા જાતે કોળી ઉવ.૩૮
૪) જીલાભાઇ ગોકળભાઇ વીંઝવાડીયા જાતે કોળી ઉવ.૪૧ રહે બધા-સરતાનપર તા.વાંકાનેર જી,મોરબી
મુદ્દામાલ કબ્જે કરેલ
(૧) રોકડા રૂપીયા-૧૩,૧૦૦/-
(૨) ગંજીપત્તાના પાના નંગ-પર કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. હરીચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

