• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના ધારાસભ્ય શ્રી તમારા ઓડિયો વીડિયો બહુ સાંભળ્યા હવે નક્કર કામગીરી કરો.કોગ્રેસ*

*મોરબી ના ધારાસભ્ય શ્રી તમારા ઓડિયો વીડિયો બહુ સાંભળ્યા હવે નક્કર કામગીરી કરો.કોગ્રેસ*
……………………. ……………. …….
*મોરબી શહેર ની પ્રજા પાલિકા પાસે પ્રાથમિક સુવિધા ઓ માંગે છે તમારા લૂખા અધર તાલ જેવા ખોટા વચનો નહિ* *નક્કર કામગીરી કરવામાં આવે તેમ પ્રજા ઇચ્છે છે*
*આપ આપના આત્મા ને પૂછી જોવો કે તમે છેલા 25 વરસ થયા મોરબી ના ધારા સભ્ય છો તમે*
*25વરસ માં મોરબી ની પ્રજા ની સુવિધા માટે સુ કરિયું 1995માં નગરપાલિકા ને મકાન માર્ગ વિભાગ મારફત બનાવેલ ભૂગર્ભ ગટર તૈયાર કે ટેસ્તિંગ થયા વગર પધરાવવા આવી તેમાં પણ તમારી ભૂમિકા મહત્વ ની હતી*
*મોરબી માં ધરતીકંપ આવિયો અને ભૂગર્ભ ગટર ની ચેમ્બર તૂટી ગયેલ તે આજ સુધી બનાવવા માં આવેલ નથી* *પાણી નો નિકાલ બંધ થયેલ છે*
*નવી ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ તે હજુ સુધી પૂર્ણરૂપ કાર્યરત થયેલ નથી અને જે નવી બનાવેલ ગટર ને પણ જૂની ગટર ની ચેમ્બર સાથે જોડી દેવા માં આવેલ છે એક તો નાના પાઇપ ચેનાઈ માટી ના નાખેલ એ પણ લાઈન લેવલ વગર ના નાખી દેવા માં આવેલ છે તે પણ આપના ઘ્યાન માં હસે*
*આપ મોરબી ની પ્રજા ને દિન પ્રતિદિન ખાલી વચનો આપી મન મનાવી રહેલ છો કારણ આપના વિડિયો ઓડિયો માં જે આપ વાત કરો છો એ પ્રમાણે આપ જમીન ઉપર કામગીરી ઉતારતા નથી એપણ મોરબી ની પ્રજા જાણે છે*
*તમે લોકો ને મુરખ બનવા માટે અને નગરપાલિકા કામ કરવા માં નિષ્ફળ ગયેલ છે એ તમો સમજવા ને બદલે તમે પ્રજા ઉપર આક્ષેપ કરો છો કે કોઈ માણસો ભુગર્ભ કુંડી માં કોથળા નાખી ને ગટર ઉભારવે છે સાવ બાલિશ વાતો કરી રહ્યા છો જો કોઈ કુંડી માં કોથળા નાખતા હોય અને તેની આપ ને ખબર હોય તો પગલાં કેમ લેતા નથી*
*તમે પણ સમજો છો કે તમારા ભાજપ પક્ષ ની નગરપાલિકા માં પ્રજા ના પેસા નો બેફામ ભ્રષ્ટાચાર થયેલ છે અને પાલિકા ના પ્રમુખ કે.કે પરમારે પોતા ને મળેલ અઘિકારી નો બેફામ ગેર ઉપયોગ કરી 45 ડી ની કલમ હેઠળ લાખો રૂપિયા ઉડાવેલ છે જે જનરલ બોર્ડ માં મજૂર પણ નથી થયા તો આ પ્રજા ના ટેક્ષ ના પેસા ક્યારે વસૂલ કરસો* ? *અને ભ્રષ્ટાચાર એવો સામે ક્યારે કડક કાર્યવાહી કરશો તે જણાવો*
*બાકી આપ આપના અઘિકારી મારફત આપના મો ની વાતો નો વિડિયો ઓડિયો માં બોલાવો છો તે કેટલી હદે વ્યાજબી છે*
*આજ મોરબી નીં પ્રજા આપના માર્ગ દર્શન નીચે ચાલતી પાલિકા ના વહીવટ થી તંગ આવી ગયેલ છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ના તળાવ ભરેલા છે શેરીગલી માં અંઘકાર રોડ રસ્તા ઉપર ખાડા ઓ ની ભરમાર .ઉભરાતી ગટરો ના ગંદા પાણી ના વહેણ વહે છે કચરા ઓ થી રોડ રસ્તા ઉભરાય છે રોગચાળો માઝા મૂકે તે પહેલાં મોરબી શહેર ને સાફ સુત્રરું બનાવો બાકી વારંવાર ઓડિયો વીડિયો બહાર પડી મોરબી ની ટેક્ષ ભરતી સોબર પ્રજા ની બનાવટ ના કરો પ્રજા ની સુવિધા માટે વારંવાર મુદત નથી જોઇતી નક્કર કામગીરી કરી બતાવો તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની પ્રેસ યાદી જણાવે છે*

Related posts

*મોરબી શિક્ષણ જગત મા ઈતિહાસ સર્જતી મોરબી ની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો (એલ.એલ.બી.) કોલેજ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી મોરારિબાપુની ચાલતી કથા માં લોકો ને આવવા જવા માટે નગરપાલિકા મફત બસ સેવા લોકો માટે ચાલુ કરે .મહેશરાજ્યગુરુ*

editor

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી 2022 માં વધુને વધુ મતદાન કરવા મોરબી જિલ્લા કલેકટર ની અપીલ*

Hello Morbi

Leave a Comment