• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી મોટરસાઈકલની ચોરી કરનાર ઈસમને મો.સા. તથા રીક્ષા સાથે પકડી પાડી બે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી હળવદ પોલીસ*

હળવદ પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી મોટરસાઈકલની ચોરી કરનાર ઈસમને મો.સા. તથા રીક્ષા સાથે પકડી પાડી બે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી હળવદ પોલીસ

રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય તેમજ ડ્રાઇવનું આયોજન કરેલ હોય,
જે અનુસંધાને ગઇ તા.૧૩/૦૮/૨૦૨૩ ના રોજ હળવદ તાલુકાના રાતાભેર ગામે હળવદ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. કે.એમ.સોલગામા તથા સાથેના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, એક શ્યામવર્ણનો ઈસમ એક ચોરીની રીક્ષા રજી નં. GJ-03-BU-9191 ની લઇ નીચી માંડલથી રાતાભેર ગામ તરફ લઈને આવી રહેલ છે.જે અનુસંધાને જરૂરી સ્ટાફના માણસો રાતાભેર ગામે વોય તપાસમાં બેઠા હતા તે દરમ્યાન બાતમી હકીકત નંબરવાળી રીક્ષામાં ઉપર બાતમી હકીકત વાળો ઇસમ આવતા તેને રોકી પંચો રુબરુ નામ-ઠામ પુછતાં તેણે પોતાનું નામ જીતુભાઈ ગોવિંદભાઈ પરમાર જાતે.અનુ.જાતી. ઉ.વ.૨૩ ધંધો.કડીયાકામ રહે.વાધગઢ ટંકારા તા.ટંકારા જી.મોરબી વાળો હોવાનું જણાવેલ બાદ સદરહું રીક્ષાના માલીકનું નામ પોકેટકોપ એલ્પીકેશન મારફતે તપાસ કરતા જેના માલીકની ખાતરી કરવા પુછપરછ કરતા તથા રીક્ષાની આર.સી. બુક તથા ડ્રાઇવીંગ લાયસન્સલની માંગણી કરતાં તેણે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા શંકાસ્પદ વર્તુણક જણાતા ઉપરોકત રીક્ષા કોઇ જગ્યાએથી ચોરી કરી મેળવેલાનું જણાતાં સદર રીક્ષાની આશરે કિમત રૂ.૩૦,૦૦૦/- ની ગણી લઇ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ બાદ પકડી પાડેલ ઈસમની સઘન પુછપરછ કરતા પોતે હળવદ ટાઉન ખાતે દેના બેંક પાસેથી એક મોટરસાઈકલ ચોરી કરેલા ગુન્હાની કબુલાત આપતા હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૪૯૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૩૭૯ મુજબના ગુન્હામાં ચોરાયેલ સિલ્વર કલરનું હીરો હોન્ડા કંપનીનું મો.સા. રજી.નં.GJ-13-AA-0966 વાળુ કબ્જે કરેલ તેમજ સદરહું કબ્જે કરેલ રીક્ષા મુદામાલ રાજકોટ શહેર રાજકોટ ખાતે સરકારી હોસ્પીટલના પાછળના ભાગે આવેલ ભગતસિંહ ચોક પાસે આવેલ ગ્રાઉન્ડમાંથી રીક્ષા ચોરી કરેલાની હકીકત જણાવતો હોય જે અંગે રાજકોટ શહેર પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં.૭૦૧/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે અંગે રાજકોટ શહેર પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપીઓ:- 1. જીતુભાઈ ગોવિંદભાઈ પરમાર જાતે.અનુ.જાતી. ઉ.વ.૨૩ ધંધો.કડીયાકામ રહે.વાઘગઢ ટંકારા તા.ટંકારા જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) બજાજ કંપનીની ઓટો રીક્ષા રજી. નં. GJ-03-BU-9191 કિ.રૂ.૩૦,૦૦૦/- (૨) સિલ્વર કલરનું હીરો હોન્ડા કંપનીનું મો.સા. રજી.નં.GJ-13-AA-0966 કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. – શોધી કાઢેલ ગુન્હાઓ:-
હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૪૯૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૩૭૯ મુજબ. રાજકોટ સીટી પ્ર.નગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૭૦૧/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ.
આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ:- (૧) મોરબી સીટી એ.ડીવી.પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૪૪/૨૦૧૯ ઈ.પી.કો કલમ-૩૭૯ મુજબ. (૨) મોરબી સીટી એ.ડીવી.પો.સ્ટે. ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૮૧૧/૨૦૨૦ ઈ.પી.કો કલમ-૩૭૯ મુજબ, (૩) રાજકોટ સીટી પ્ર.નગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૬૭૬/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૭૯ મુજબ. (૪) રાજકોટ સીટી પ્ર.નગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૦૮/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૩૭૯ મુજબ. (૫) મોરબી સીટી બી.ડીવી.પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૪૫૦/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૪૫૭ મુજબ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- શ્રી પો.ઇન્સ. કે.એમ.છાસીયા તથા પો.હેડ.કોન્સ. કે.એમ.સોલગામા તથા બી.એમ.આલ. તથા પોલીસ કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા તથા ગંભીરસિંહ ચૌહાણ તથા બીપીનભાઈ પરમાર તથા તેજપાલસિંહ ઝાલા તથા કમલેશભાઈ પરમાર તથા લીંબાભાઈ હમીરભાઈ તથા રણજીતસિંહ રાઠોડનાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*નવા સચિવાલય ગાંધીનગર ખાતે* *મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ wઆપવા પ્રાર્થનાસભા યોજાઇ*

Hello Morbi

એક્ટર-પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી કોરોના પોઝિટિવ, થયો હોમ ક્વોરેન્ટાઇન

Hello Morbi

*મોરબી ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સખી દાતાઓ સમક્ષ મદદની અપીલ*

Hello Morbi

Leave a Comment