• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન પાસે વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારાના ભુસા નીચે છુપાવેલ ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન પાસે વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારાના ભુસા નીચે છુપાવેલ ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./જુગારના કવોલીટી કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ, અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા જયદીપભાઇ પટેલ નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન સામે, પરબતભાઇ ભરવાડના કબ્જા ભોગવટાવાળા વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારાના ભુસા નીચે છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂની પેટી નંગ-૨૨ કૂલ બોટલ નંગ-૨૬૪ કિં.રૂ.૧,૫૭,૦૮૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
1. પરબતભાઇ જીવાભાઇ ટોટા / ભરવાડ ઉ.વ.૩૦, રહે. કેરાળા (હરીપર), તા.જી.મોરબી 2. રાજેશ ઉર્ફે રાજુ મમુભાઇ અખીયાણી / કોળી ઉ.વ.૨૮, હાલ રહે. સિરામીક સીટી, લાલપર, તા.જી.મોરબી, મુળ રહે. મોટી હમીરપર, તા.રાપર, જી.કચ્છ-ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની પેટી નંગ-૨૨ જેમાં કુલ બોટલ નંગ-૨૬૪ કિં.રૂ.૧,૫૭,૦૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા
તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા જનકસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા કુલદિપભાઇ કાનગડ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કેતનભાઇ અજાણા તથા દેવશીભાઇ મોરી તથા યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના પોલીસ હેડ કોન્સ. ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*હડીયાણા કન્યા શાળા ના શિક્ષકો અને બલાચડી શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચે ઓનલાઇન ટવિનીંગ કાર્ય ક્રમ રાખવામાં આવ્યો*

Hello Morbi

*ભાવનગરના દસ વર્ષ ના બાળ રોજેદારે આખો માસ રમજાનના રોજા રાખી કરી ખુદાની બંદગી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી: સેવા અને સમર્પણના પવિત્ર શપથ*

editor

Leave a Comment