• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નાની વાવડી ગામની પાછળ વજેપર ગામની સીમમાં જાહેર ખરાબા મા જુગાર રમતા આઠ જુગારી ને ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

નાની વાવડી ગામની પાછળ વજેપર ગામની સીમમાં જાહેર ખરાબા માંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૧,૬૨,૦૫૦/- ના મુદામાલ સાથે ૦૮ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી,
તા.૦૩/૦૯/૨૦૨૩
શ્રી, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી, કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના એ.એસ.આઇ. રામભાઇ મંઢ, પો.હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા, તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયાને સયુકતમાં અગાઉથી ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ મહાદેવભાઇ નાગજીભાઇના ખેતરના સેઢે ખરાબામાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમે છે જે હકિકત અન્વયે આજરોજ રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો જાહેરમાં જુગાર રમી રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડા રૂ. ૧,૬૨,૦૫૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા મુજબ મોરબી સિટી એ ડિવી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. મહાદેવભાઇ નાગજીભાઇ પટેલ ઉવ-પર રહે.નાની વાવડી બજરંગ સોસાયટી, તા.જી. મોરબી
ર. મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ ભીમાભાઇ પટેલ ઉવ-૬૯ રહે.મોરબી, નવલખીરોડ,
૩. ચંદુલાલ નરશીભાઇ પટેલ ઉંવ-૬ર રહે.નાની વાવડી રોડ,મારૂતિ સોસાયટી,
૪. રમેશભાઇ ગણેશભાઇ પટેલ ઉવ-૪૪ રહે.વાવડી ગામ, રામજીમંદિર પાછળ,
૫. લાલજીભાઇ ભવાનભાઇ પટેલ ઉવ-૬૦ રહે.મોરબી શકિતપાર્ક સોસાયટી
૬. ચંદુભાઇ કરમશીભાઇ પટેલ ઉવ-પર રહે.મોરબી, રાજનગર
૭. રમેશભાઇ વિરજીભાઇ પટેલ ઉવ-૪૯ રહે.નાની વાવડી જુના ગામમાં
૮. દુર્લભજીભાઇ મોહનભાઇ પટેલ ઉવ-૬૨ રહે. નાનીવાવડી સમજુબા સોસાયટી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી,કે.એચ.ભોચીયા, શ્રી, એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબીના અંબિકા રોડ પર અંબિકા બાળ યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહત્વ સૌવનુ ભવ્ય આયોજન ગણપતિ બાપા નો 56 ભોગ અન્નકૂટ ધરાયો*

Hello Morbi

*HELLO MORBI: જિલ્લાના હથિયાર ધારકોએ જમા કરવેલા હથિયાર ૬ જૂન સુધી જમા રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

Leave a Comment