• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ગ્રામ પંચાયત ની સામાન્ય સભા મળી*

ગત્ રોજ તા.૧૮/૯/૨૩ના રોજ ટંકારા ગામે ગ્રામ પંચાયત ની સામાન્ય સભા મળી હતી.
જેમાં ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા એ ગ્રામ પંચાયત ,તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતને ટંકારાના ઉગમણા નાકા થી અમરાપર, ટોળ, જડેશ્વર થઇ વાંકાનેર તરફ જતા રોડ પર ટંકારા ગામની ડેમી નદી પર વર્ષો જૂનો “કોઝ વે” ટાઈપ બેઠો પુલ આવેલો છે જે એકદમ જર્જરીત થઈ ગયો છે.તેના પર થી ગામ લોકો, વાહનો, ખેડુતો, સ્કુલ બસો, સરકારી બસો તેમજ ભારે વાહનો પસાર થાય છે.ચોમાસાની સીઝન માં ડેમી નદીમા ઉપરવાસ “ડેમી – ૧” સિંચાઇ યોજના હોઈ તે ઓવરફ્લો થતાં અને ડેમી નદીમા વરસાદના કારણે બે કાંઠે પુર આવતાં આ અગત્યનો અવર જવર નો રસ્તો કેટલાય દિવસ સુધી બંધ રહે છે અને વાહન વ્યવહાર ખોરવાય જાય છે.
ડેમી નદી નો બેઠા પુલ જેવો “કોઝ્ વે” ઉંચો ઉપાડી મોટો પુલ બનાવવાં માં આવે તો ટંકારા ગામ ના ઉગમણી સીમના ખેડુતો, અમરાપર, ટોળ, કોઠારીયા ગામના લોકો અને અતિ પ્રાચીન, પ્રસિદ્ધ અને પૌરાણિક “જડેશ્વર મહાદેવ”ના મંદિરે જતા સેંકડો શ્રઘ્ધાળુઓ ની કાયમી તકલીફ દુર થાય.
હેમંતભાઈ ચાવડા એ ગ્રામ પંચાયત ટંકારાને લેખીતમાં રજુઆત કરી હતી. ટંકારા તાલુકાના મોટામાં મોટી ગ્રામ પંચાયતના એક્માત્ર તલાટી કમ મંત્રી શ્રી હરદેવસિંહ અજીતસિંહ જાડેજાએ લેખીત રજુઆતને સરકાર શ્રી સુઘી પહોચાડી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.*(અહેવાલ : નૈમિષ સેજપાલ)*

Related posts

*HELLO MORBI NEWS:મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલના નામંકિત ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ વેન્ટિલેટર પર જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા દર્દીને આપ્યું નવજીવન*

editor

*વિરપર નજીક જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટકયા : પ્રતિકાર કરનાર બે ચોકીદાર ઘાયલ*

Hello Morbi

Leave a Comment