• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં બગથળા ગામે મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો*

મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં બગથળા ગામે મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો, મોરબી
મોરબી જિલ્લાના બગથળા ગામે ‘સ્વચ્છતા હી સેવા’ – ૨૦૨૩ અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ સમગ્ર રાષ્ટ્ર ‘સ્વચ્છતા હી સેવા’ના સંકલ્પ સાથે સ્વચ્છતા માસ ઉજવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧ લી ઓકટોબરના રોજ દેશમાં ‘એક તારીખ એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમ દાન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી ખાતે પણ વિવિધ સ્થળોએ મહાશ્રમ દાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના બગથળા ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.જાડેજા સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજેશભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર એસ. બી.એમ.(જી) ભાવેશભાઈ વાઢેર તેમજ તાલુકા કક્ષાના કર્મચારી શ્રી દક્ષાબેન મકવાણા અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ સહભાગી બની આ સ્વચ્છતાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી*

editor

*સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જીગ્નેશ કાલાવડીયા એ ઈન્દોરમાં પત્રકારો ના હક હિત અધિકારો બાબતે ચર્ચા કરી*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી આર જી ભાગ્યાસાહેબ નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment