• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના મોડપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરાયું*

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

મોરબીના મોડપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરાયું

ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે લાભાર્થીઓને લાભાન્વ

માહિતી બ્યુરો, મોરબી
રાજ્યભરમાં ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત મોરબી તાલુકાના મોડપર ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને ઉમળકાભેર આવકાર્યો હતો.
આ પ્રસંગે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ મોડપર ગ્રામવાસીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ- કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, એસ.બી.આઇ. જન સુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોને માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.
આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચશ્રીને પ્રમાણપત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે મોડપરના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પને સાકાર કરવા શપથ લીધા હતા.
આ પ્રસંગે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણીશ્રી અરવિંદભાઈ વાંસદળિયા, આગેવાનો,અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*કોવિડ-૧૯ વેકસીન આપવા સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ*

Hello Morbi

*મોરબી ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સંતશ્રી ની કથાનું ભવ્ય આયોજન તેમજ દાતાશ્રી ઓને સન્માનિત કરાશે*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર તથા કાર મળી કુલ કી.રૂ. ૭,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડતી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment