• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો મોકલવી જરૂરી*

મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ. ૭,૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં આવકવેરાને પાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરે તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો, રોકાણ કર્યાના આધાર પુરાવાઓ, ઈન્કમટેક્ષ ગણતરી પત્રક, ભરવામાં આવેલ ઈન્કમટેક્ષની વિગતો તેમજ પાનકાર્ડની નકલ તા. ૩૧-૦૧-૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતે મોકલવાની રહેશે.

રોકાણની વિગતો આધાર પુરાવા સમયમર્યાદામા રજુ કરવામાં નહીં આવે તો આવકવેરાના નિયમોનુસાર ટીડીએસની કપાત કરી લેવામાં આવશે. પાનકાર્ડની નકલ રજુ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઈ શકશે નહી તેમ મોરબીજિલ્લા તિજોરી કચેરી અધિકારીશ્રી શ્રી.બી.કે.પાઘડાળની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: નગરપાલિકાની સમસ્યા માટે મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા હેલ્ફલાઇન નબર જાહેર કરાયા*

editor

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં ઈદે મિલાદની ઉજવણી*

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે શરૂ કરવામાં આવેલ મીનરલ પાણીની પરબ*

Hello Morbi

Leave a Comment