
રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશનની અનડિટેકટ મોટર સાયકલ ચોરી ડિટેક કરી ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
મ્હે પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ.વી.જી.જેઠવા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ.રમેશભાઇ મુંધવા નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ હોય કે, એક નંબર વગરનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ ચાલક ચોરી કે છળ કપટથી મેળવેલ મો.સા. મોરબી તાલુકાના જેતપર થી મોરબી તરફ પસાર થનાર હોય જે હક્કીતના આધરે જેતપર થી મોરબી જતા રોડ ઉપર સત્યમ કાંટા સામે વોચ તપાસમા હતા દરમ્યાન હક્કીત વાળુ મો.સા. સાથે એક ઇસમ નિકળતા તેને રોકી મજકૂર ઇસમની સઘન પુછપરછ કરતા મો.સા. ન કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પો.કોન્સ.હરેશભાઇ આગલએ પોકેટકોપના માધ્યમથી સદરહું મો.સા.ના ચેસીસ તથા એન્જી નંબર સર્ચ કરતા સદરહુ મો.સાના ચાલક તથા મો.સા.ઓર્નરના નામમાં તફાવત આવતા શંકા જતા મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા પોતે રાજકોટ ગ્રામ્યના કનેસર થી રાજા વડલા વચ્ચે રસ્તામાંથી ચોરી કરેલાની કબુલાત આપતા હોય જેથી સદરહુ મો.સા.ચોરી બાબતે ખરાઇ કરતા રાજકોટ ગ્રામ્ય ભાડલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૦૫૨૩૦૦૯૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોંધાયેલ હોય જે અનડિટેકટ ગુન્હો ડિટેક કરી મજકુર ઇસમને ચોરીમાં ગયેલ મો.સા. ચેસીસ નં.MBLHAR078H5K03413 તથા એન્જી નંબર HA10AGH5K07070 કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભાડલા પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે.
આરોપી:-
ગોપાલભાઇ અરજણભાઇ વાઘેલા જાતે અનુ.જાતી ઉ.વ.૧૯, ધંધો-ડ્રાઇવિંગ, રહે.બેલા ગામની સીમ,વાટેરો સેનેટરીવેર કારખાનાની મજુરોની ઓરડીમાં તા.જી. મોરબી, મુળ રહે. કાબરણ, તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર
કબ્જે કરેલ મુદ્દામાલ :- મો.સા. ચેસીસ નં.MBLHAR078H5K03413 તથા એન્જી નંબર HA10AGH5K0 7070 કિ.રૂ.૨૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા કુલદિપભાઇ કાનગડ તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ તથા પંકજભા ગુઢડા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.
