• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બંધુ સેવા ટ્રસ્ટ દ્રારા ડીસા નગર તેમજ ડીસા તાલુકાની તમામ સંસ્થાઓની બનનાર પ્રેરણાદાયી ડિરેક્ટરી*

બંધુ સેવા ટ્રસ્ટ દ્રારા ડીસા નગર તેમજ ડીસા તાલુકાની તમામ સંસ્થાઓની બનનાર પ્રેરણાદાયી ડિરેક્ટરી
ડીસા નગર તેમજ ડીસા તાલુકામાં સામાજીક,સેવાકીય,સહકારી,શૈક્ષણિક,ધાર્મિક,આરોગ્ય,બેંકીંગ,જાહેર હિત,ખેતીવાડી,વ્યવસાયિક એમ વિવિધ ક્ષેત્રે કાર્યરત અંદાજે 200 જેટલી સંસ્થાઓ છે.આ તમામ સંસ્થાઓનું સંકલન થાય તેમજ કુદરતી આપતિઓ વખતે સમયસર સૌનો સંપર્ક થઈ શકે તેવા શુભ આશયથી બંધુ સેવા ટ્રસ્ટ ડીસા દ્રારા આ તમામ સંસ્થાઓની માહિતી એકત્ર કરી એક પ્રેરણાદાયી ડિરેક્ટરી બનનાર છે.
માહિતી મોકલનાર સંસ્થાએ સંસ્થાના લેટરપેડ ઉપર જ તમામ હોદેદારો,કારોબારી સભ્યોનાં નામ,મોબાઈલ નંબર તેમજ પ્રમુખ,મંત્રીનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ મોકલવાનો રહેશે.આ ડિરેક્ટરીનું સમયસર વિમોચન થાય તે માટે તમામ સંસ્થાઓ દિન-10 માં પોતપોતાની માહિતી સત્વરે મોકલી આપે તેવું સંકલનકાર ભગવાનભાઈ બંધુએ જણાવેલ છે.
આ ડિરેક્ટરીનું સંપાદન જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય કરશે.જે મહાનુભાવ દસ સંસ્થાઓની માહિતી વ્યવસ્થિત રીતે એકત્રિત કરીને આપશે તેમનો ફોટોગ્રાફ ડિરેક્ટરીમાં સેવાભાવી વ્યકિત તરીકે પ્રસિદ્ધ કરાશે તેમજ પ્રજા હિતચિંતક તરીકે તેમનું સન્માન કરાશે.
જે તે સંસ્થાની માહિતી જલારામ મંદિર ડીસા ખાતે સવારે 10 થી 11 અથવા સાંજે 5 થી 6 દરમિયાન દીલીપભાઈ બારોટને આપી મોબાઈલ નંબર 9825638643 ઉપર તાત્કાલિક ભગવાનભાઈ બંધુને જાણ કરવાની રહેશે.
આ ડિરેક્ટરીનું નજીકના દિવસોમાં જ સંતો-મહંતો, જાહેર જીવનના મહાનુભાવો,સરકારી અધિકારીઓ,સાહિત્યકારો,બુધ્ધિજીવીઓ,વેપારીઓ,પત્રકારો,,ઉધોગપતિઓ,અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય વિમોચન કરાશે.

Related posts

*પૂજનીય સંતો,સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નગરજનોની પાવન ઉપસ્થિતિમાં કનુભાઈ આચાર્યના “હાસ્યાસવ ” પુસ્તકનું ડીસા ખાતે દબદબાભેર થયેલ વિમોચન*

Hello Morbi

*HELLO MORBI: કાશ્મીર ફરવા જાવ તો શ્રીનગર ખાતે આવેલ હોટેલ લતીફ અને ગેસ્ટ હાઉસ માં અચૂક ઉતરજો: રમેશભાઈ રબારી*

editor

*મોરબીમાં ધક્કાવાળી મેલડી માઁ મંદિર ખાતે વિનામૂલ્યે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment