• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હળવદ તાલુકાના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત*

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનવ્યે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મીયાણી ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉષ્માભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મીયાણીના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ અને ODF plus અંતર્ગત પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાના લાભોથી મીયાણીના ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, ઉજ્જવલા યોજના, વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મીયાણી ગામના આગેવાનો અને ગ્રામજનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ”*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી જાજાસર ગામ ખાતે કરવામાં આવી*

editor

*એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરશ્રી જેનું દેવન એ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે PWD અને વરિષ્ઠ નાગરિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી*

Hello Morbi

Leave a Comment