• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કોપર વાયર, એલ્યુમીનીયમના વાયરની ચોરી કરતી આંતર રાજય ગુર્જર ગેંગના પાંચ સભ્યોને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

મોરબી તા ૨૧ : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પાણી પુરવઠાના પપિંગ સ્ટેશનોમાંથી કોપર વાયરની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી લેવામાં મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેમાં મોરબી એલસીબી ટીમે આજે મોરબી જિલ્લા સહિતના સૌરાષ્ટ્રના પાણી પુરવઠાના પંપીંગ સ્ટેશન તથા જી.ઇ.બી.ના ગોડાઉનમાંથી ઇલે. ટ્રાન્સફોર્મર તોડી કોપર વાયર, એલ્યુમીનીયમના વાયરની ચોરી કરતી આંતર રાજય ગુર્જર ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા હતા અને સૌરાષ્ટ્રની કુલ છ કોપર વાયર ચોરી,લુંટના ગુનો ભેદ ઉકેલી કુલ રૂ. ૧૦,૧૩,૨૦૦-નો મુદામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ રહેતાં અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ખાતે કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટર મુકેશભાઇ ભગવાનજીભાઇ મારવાણીયાએ ગઇ તા.૭ના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોટીલા વાંકાનેર ને.હા. રોડ ઉપ આવેલ લીબાળાધાર નજીક આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતે ઇલેકટ્રીક લાઇનનું ચાલુ ટ્રાન્સફોર્મર તથા વધારાનું ટ્રાન્સફોર્મર એમ બન્ને ટ્રાન્સફોર્મર તોડી તેમાં રહેલ ઓઈલ ઢોળી તેમાંથી કોપર વાચર આશરે ૮૦૦ કિલો જેની કિ.રૂ. ૪,૮૦,૦૦૦ની ચોરી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ બન્યા બાદ તા.૧૦ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા વિસ્તારના રાજકોટ અમદાવાદ હાઇવેરોડ ઉપર આવેલ ચાણપા ગામના પાટીયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતે પણ આ પ્રકારનો બનાવ બનેલ હતો.

ટુંકા સમયમાં સરખા એમ.ઓ.ના બે બનાવો બનેલ હોય જેથી મોરબી એલસીબીની ટીમેં જરૂરી તપાસ કરી ટેકનીક માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તથા વાહનો બાબતે હકિકત મેળવવા સઘન તપાસ કરતા આ ગુનાને અંજામ આપનાર આરોપી લીંબડી અમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલ રામભરોસે હોટલની બાજુમાં આવેલ ભંગારનો ડેલો ધરાવતો ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર હોવાની સચોટ હકીકત મળેલ હોય જે હકિકત આધારે લીંબડી હાઇવેરોડ ખાતે તપાસ કરતા ચોરીના ગુનાને અંજામ આપનાર ત્રણ શખ્સો તથા ચોરીનો માલ રાખનાર બે શખ્સો એમ કુલ પાંચ આરોપીઓ તથા ચોરી કરવા અને ચોરી કરેલ મુદામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાહન તથા કોપર વાયરનો જથ્થો મળી આવતા આરોપીઓ ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર , પ્રભુલાલ ઇશ્વરલાલ ગુર્જર, દિપકભાઇ રેખારામ ગુર્જર, રતનલાલ સરવણલાલ ગુર્જર, લક્ષ્મણલાલ મેઘરાજ કુમાવતને ઝડપી લીધા હતા.
પોલીસની પૂછપરછમાં વાંકાનેર સિટી ખાતે નોંધાયેલ ગુનો તથા તે સિવાય સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા, મુળી, પાણસીણા તથા અમદાવાદ ગ્રામ્યના બગોદરા પો.સ્ટે. ખાતે આ પ્રકારના ગુના આચરેલ તેમજ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંગડ નજીક આવેલ પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટના ચોકીદારને બંધક બનાવી ઢીકા પાટુનો માર મારી લુંટ ચલાવેલની કબુલાત આપતા ઉપરોકત તમામ પોલીસ સ્ટેશન ખાતે ખરાઇ કરતા છેલ્લા એકાદ માસથી આ પ્રકારના ગુના બનેલ હોવાની હકિકત બહાર આવી હતી. આ જગ્યાએથી હાજર મળી આવેલ ચોરીનો માલ રાખનાર રતનલાલ ગુર્જર કે જેને લીંબડી થી સુરેન્દ્રનગર જવાના રોડ ઉપર ભંગારનો ડેલો આવેલ છે. તેની પાસેથી ૪૦૦ કિલો કોપર વાયરનો જથ્થો મળી આવેલ છે તેમજ લક્ષ્મણલાલ કુમાવત અમદાવાદ ખાતે ભંગારનો ડેલો ધરાવતા હોય, જેણે પણ ઉપરોકત ગુનાના કામેનો ચોરીનો મુદામાલ રાખેલ છે. આમ, પાંચેય ઇસમોને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનાનાકામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સિટી પોલીસને સોપવામાં આવેલ છે.

પોલીસે આરોપીઓ પાસેથી કોપર વાયરના ગુચરા ભરેલ પ્લા.ના બાચકા કોપર વાયર આશરે ૫૦૭ કિ. ગ્રા. કિ.રૂ. ૩,૨૯,૫૫૦, નેક્ષા કંપનીની બલેનો કાર નંબર GJ-33-F-0880 કિ.રૂ. 3,00,000, રોકડા ૧,८०,०००, અશોક લેલન બડા દોસ્ત મોડલની નંબર પ્લેટવગરનું માલવાહક નાનું વાહન કિ.રૂા.૨,૦૦,000, પાના રીંગપાના, સાદા પાના વાદરીપાનુ મળી કુલ પાના નંગ-૧૦ કિ.રૂ. ૧૧૦૦, પકડ, આરીકટ્ટર, હાથા વાળા મોટા કટ્ટર લોખંડની કોસ નંગ- ૦૬ કિ.રૂ. ૨૪૦૦, અલગ અલગ કંપનીના સાદા તથા એન્ડ્રોઇડ મોબાઇલફોન નંગ-૦૬ કિ.રૂ. ૨૫,૫૦૦ મળી કુલ કિ.રૂ. ૧૦,૧૩,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે આરોપીઓ રાજુ ગુર્જર, ધર્મેશ બાબુલાલ ગુર્જર, સુખદેવ ગુર્જર, ગોરધનનાથ સુગનનાથ યોગી, સુરેશ ગુર્જર, ડાલુ હાલુ ગુર્જર, પ્રકાશ પન્નાલાલ સાલ્વી ફરાર હોય આ તમામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI NEWS:પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયા*

editor

*પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોના પીડિત પરિવારોની મુલાકાતે આપના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી કોડીનાર*

Hello Morbi

*HELLO MORBI NEWS:બાલંભા મારુતિ ચોક ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઇ*

editor

Leave a Comment