• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ૨૯ ડિસેમ્બરના રોજ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે, ભડિયાદ રોડ, મોરબી-૨ ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: ૨૮મી એપ્રિલના રોજ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*HELLO MORBI:જોડીયા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર અપાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન*

editor

Leave a Comment