• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગુજરાત બહારના કર્મચારીઓને વિવિધ સંસ્થાઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મતદાન માટે અઠવાડિક ખાસ રજા આપવાની રહેશે*

મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ દુકાનો તથા વાણિજ્ય સંસ્થાઓમાં કામ કરતા ગુજરાત બહારના શ્રમયોગીઓ તેમજ કર્મચારીઓ લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન કરી શકે તે માટે તેમને ખાસ રજા આપવા માટે વ્યવસ્થા કરવા મોરબી મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણી અન્વયે રાજસ્થાન રાજ્યમાં તા.૨૬/૦૪/૨૦૨૪, શુક્રવારના રોજ, મધ્યપ્રદેશ રાજ્યમાં તા.૧૩/૦૫/૨૦૨૪, સોમવારના રોજ અને મહારાષ્ટ્ર રાજ્યમાં તા.૧૩/૦૫/૨૦૨૪, સોમવારના રોજ તથા તા.૨૦/૦૫/૨૦૨૪, સોમવારના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન થનાર છે.

જે અંતર્ગત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના વતની હોય અને નોકરી ધંધા માટે મોરબી જિલ્લામાં રહેતા હોય તેવા મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક અને સહકારી બેંક, રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલવે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કચેરીઓ, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલ, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ કચેરીઓને ચૂંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા માઈગ્રેટરી નોડલ ઓફિસરશ્રી અને મદદનીશ્રમ આયુક્તશ્રી જે.આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Related posts

*ગુજરાતનું મોઢેરા બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ*

Hello Morbi

*HELLO MORBI:શરીર ના ઉત્તમાંગ(મસ્તક) ને સતત સતાવતો દુઃખાવો એટલે માઇગ્રેન:વૈધ: ધ્રુવ પટેલ*

editor

*HELLO MORBI: જલારામ મંદિર ખાતે પંકજભાઈ કોટક (નવસારી વાળા) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૫૬ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment