• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ ને પકડી પાડતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ*

મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે શખ્સ અન્ય 7 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી મોરબી રવાપર ધુનડા ચોકડી બાજુ આવવાનો છે. જેના આધારે ટીમે વોચ ગોઠવી બાઇક લઇને જતા રાકેશભાઇ કરશનભાઇ સોલંકી ઉ.વ.૩૨ રહે.ટંકારા ઉગમણા નાકે ખાડીયાવાસવાળાને અટકાવી બાઈકના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૭૨૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
આરોપી ટંકારાના પાંચ તથા રાજકોટ અને ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ ધરાવે છે. આ કામગીરીમાં એચ.એ.જાડેજા – પોલીસ ઇન્સ્પેકટર, એ.વી.પાતળીયા – પો.સબ.ઇન્સ, રાજદીપસિંહ પ્રતાપસિંહ – એ.એસ.આઇ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ – પો.હેડ કોન્સ., કિશોરભાઇ મેણંદભાઈ – પો.હેડ.કોન્સ., ચકુભાઇ દેવશીભાઇ – પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ – પો.હેડ કોન્સ., હિતેષભાઇ વશરામભાઇ -પો.કોન્સ., સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ -પો.કોન્સ., સિધ્ધરાજભાઈ કાનજીભાઈ -પો.કોન્સ., અરજણભાઇ મેહુરભાઇ -પો.કોન્સ. અને તેજાભાઇ આણંદભાઇ -પો.કોન્સ. રોકાયેલ હતા.

Related posts

*જાવંત્રી ગીર ગામે સેવાસેતું નો કાર્યક્રમ નો મહા કેમ્પ યોજવામાં આવ્યો* 

Hello Morbi

*મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગને પગલે જાહેરમાં ધુળેટીનો રંગ ફિક્કો*ડીવાયએસપી રાધિકા ભારાઈ, ટ્રાફિક શાખા સહિત પોલીસની ૨૦ ટિમ મેદાને : બજારો પણ ખુલ્લી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ડેન્ટલ કેમ્પ યોજાયો*

editor

Leave a Comment