• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ શિક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું*

 

*જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ શિક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું*
જામનગર તા.28 મે, જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ શાળાની કાર્યપ્રણાલી, વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ, અભ્યાસક્રમ, શાળાનો ઇતિહાસ, શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને માળખાગત સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.વિશેષમાં તેઓએ વાવાઝોડા અને અન્ય કુદરતી આપત્તિ સમયે શાળાની સ્થિતિ અને તેની તૈયારીઓ વિશે પણ જાણકારી મેળવી હતી.અને શાળામાં ખૂટતી સુવિધાઓ અંગે વહીવટી તંત્ર દ્વારા પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ તકે કલેક્ટરશ્રી સાથે સૈનિક સ્કૂલના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા, એડમીન ઓફિસર શ્રી હરિરામ પુનિયા, વાઇસ પ્રિન્સિપાલ અને સ્ક્વોડર્ન લીડર રાકેશ તિવારી જોડાયા હતા જેઓએ કલેક્ટરશ્રીને શાળાની વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વઢિયાર રત્ન ગૌરવ એવોર્ડથી સન્માનિત રાધનપુરના નટુભાઈ ઠક્કર એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ*

editor

*મોરબી જિલ્લા કોગ્રેસ ઓબીસી દ્વારા માળિયા ખાતે મીટીંગ યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા અમરાપર રોડ પર જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ૩૧-૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment