• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ૫ મેના સાંજના ૦૬.૦૦ થી ૭ મેના સાંજના ૦૬.૦૦ સુધી અને તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ ડ્રાય ડે જાહેર*

મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ લોક સભાની ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપવામાં આવે નહી અને ચૂંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા ૪૮ કલાકના સમયગાળા પહેલા અને મતગણતરીના દિવસ એટલે કે તા.૦૪/૦૬/૨૦૨૪ના દિવસને “ડ્રાય ડે” તરીકે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગોમાં આવેલ કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પુરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય, વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ ધરાવતા વ્યકિતઓને તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમયથી ૪૮ કલાક પહેલાના સમયગાળા એટલે કે તા.૦૫/૦૫/૨૦૨૪ના સાંજના ૦૬.૦૦ કલાક થી તા.૦૭/૦૫/૨૦૨૪ના સાંજના ૦૬.૦૦ સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા.૦૪/૦૬/૨૦૨૪ના દિવસે દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવી અને આ સમયગાળાને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવા કરવામાં આવે છે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ગુજરાત પ્રોહિબીશન એક્ટ-૧૯૪૯ અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ ના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી*

editor

*રાયપુર (છત્તીસગઢ) ખાતે લોહાણા મહા પરિષદ દ્રારા એવોર્ડથી સન્માનિત થશે ભાભરના સુરેશભાઈ રંગોલી*

Hello Morbi

Leave a Comment