• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જલારામ સત્સંગ મંડળ ડીસાના ભજનમાં પક્ષીઓ માટે પાણીનાં કુંડાંનું વિતરણ કરાયું*

જલારામ સત્સંગ મંડળ ડીસાના ભજનમાં પક્ષીઓ માટે પાણીનાં કુંડાંનું વિતરણ કરાયું
જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે નિયમિતપણે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.છેલ્લા સાડા પાંચ વર્ષ દરમિયાન ભજનમાં થયેલ અંદાજે 87 લાખ રૂપિયા જેટલી રકમ 30 જેટલી ગૌશાળાઓમાં ઘાસ માટે ગૌસેવા પેટે અર્પણ કરાઈ છે.
308 મા ગુરૂવારનાં ભજન ભાવેશભાઈ બચુભાઇ ઠકકરના નિવાસસ્થાને ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય રીતે ઉજવાયાં હતાં.જલારામ સત્સંગ મંડળ ડીસાના મુખ્ય સંચાલક ભગવાનભાઈ બંધુએ અપીલ કરતાં ભજનમાં એક લાખ રૂપિયા ઉપર ગૌસેવા એકત્ર થઈ હતી.ભજન વખતે સદગત કમલેશભાઈ ગણાત્રાની દિવ્ય સ્મૃતિમાં કનુભાઈ તૃપ્તિવાળા તેમજ કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ દ્રારા પક્ષીઓ માટે પાણીનાં કુંડાંનું વિતરણ કરાયું હતું.પાણીનાં કુંડાંની વ્યવસ્થા મહેશભાઈ ગણાત્રાએ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.309 મા ગુરૂવારે અશોકભાઈ શર્માના નિવાસસ્થાને ભજન હોઈ તેમણે સૌને ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું.
પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં એમના નિવાસસ્થાને પધારવા બદલ સૌ ગૌભકતોનો ભાવેશભાઈ બચુભાઇ ઠકકરે ખરા દિલથી આભાર માન્યો હતો.

Related posts

*HELLO MORBI: આમરણ ચોવીસી પંથક જળબંબાકાર અનેક ગામો બેટમાં ફેરવાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આવતીકાલે ગુરુવારના રોજ અજયભાઈ લોરીયા દ્વારા પંદર હજાર તીરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

editor

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા તેરમાં સમૂહ લગ્ન 10 મી એ યોજાશે*

editor

Leave a Comment