• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લામાં “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ*

 

મોરબી જીલ્લામાં “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ રેન્જ નાઓની સુચના મુજબ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબના સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવા જણાવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૧૦/૦૮/૨૦૨૪ (દિન-૦૬) માટે “સ્પેશીયલ સ્કુલ વાન ચેકિંગ ડ્રાઇવ ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ/ફર્સ્ટ એઇડ કીટ/ફાયર એક્સટિંગ્વિશર/ લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘંન કરતા સ્કુલ વાન વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તેમજ મોરબી આર.ટી.ઓના કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ કામગીરી સાથે જોડાયેલ હતા.
મોરબી જીલ્લામાં તા.૦૫/૦૮/૨૦૨૩ થી તા.૧૦/૦૮/૨૦૨૪ સુધી સ્કુલ વાન ચાલકો સામે ટ્રાફિક નિયમોનો
ભંગ કરતા વાન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.
આ સ્કુલ વાન ડ્રાઇવ દરમ્યાન કુલ-૬૩૦ સ્કુલ વાન ચેક કરવામાં આવ્યા.
આ સ્કુલ વાન ડ્રાઇવ દરમ્યાન ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકો ને કુલ-૭૩ સ્કુલ વાહન સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ.
ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો પાસે દંડ રૂ-૩૮૦૦૦/- કરવામાં આવેલ
આ સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૧૩ સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવેલ
તેમજ સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ.
શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનરશ્રી તરફથી તથા જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી તરફથી આપવામાં આવેલ સુચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ કરવામાં આવેલ.
આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Related posts

*જુદી-જુદી હોસ્પિટલોમા ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સ માટે 3.13 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરતા સાંસદ મોહનભાઈ કુંડારીયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી ના પીપળી ગામની માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment