• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ડી ડી ઝાટકિયા માઘ્યમિક શાળાના વિધ્યાર્થીઓને સ્કુલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*ઉપ સરપંચના અને આગેવાનો હસ્તે શાળાના ૧૯૦ વિધ્યાર્થીઓને ગણવેશ આપવામાં આવ્યા*

 

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ડી ડી ઝાટકિયા વિદ્યાલય માં બાળકોને સ્કુલ યુનિફોર્મનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હાલ મુંબઈ રહેવાસી ડી ડી ઝાટકિયા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ ને યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરાતા શાળા પરિવારે તેમજ આભાર માન્યો હતો આજ રોજ શ્રીમતી ડી ડી ઝાટકીયા વિધાલય ઘાટવડ મા અભ્યાસ કરતા ધો.9 .10 અને 11 ના તમામ વિધાર્થીઓ ને ઝાટકીયા પરીવાર મુંબઈ તરફથી તમામ બાળકોને સિલાઈ સાથે યુનિફોર્મ વિતરણ કરવમાં આવેલું આ કાર્યક્રમમાં ગામના આગેવાનો શ્રી ભરતબાપુ ગામના ઉપસરપંચ શ્રી નટુભાઈ મકવાણા .માજી સરપંચશ્રી સવજીભાઈ તથા ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ તથા વાલીઓ હાજર રહેલ.તેમજ આજે આ વિદ્યાલયમાં વાલી મીટિંગ નું પણ આયોજન કરવામાં આવેલ.વાલી મીટિંગમાં શાળાના પ્રિન્સીપાલ શ્રી જે ડી મોરી દ્વારા વિધાર્થીઓ ના અભ્યાસમાં રહેલી કમીઓ દૂર કરવામાટે વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષક શ્રી જે.જી.નકુમ દ્વારા કરવામાં આવેલુ આ કાર્યક્રમમાં અગ્રણીઓએ વિધ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ બાબતે યોગ્ય લગન કેળવીને મહેનત કરવા અનુરોધ કર્યો હતો. પ્રાથમિક શિક્ષણથી જ ભણતરનો પાયો નંખાતો હોઇ, પાયાને મજબુત બનાવવો જરુરી હોવાની લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

 

Related posts

*મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ ગ્રહ કેન્દ્ર મંત્રી અમિત શાહ સાથે કરી શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

*HELLO MORBI:ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મજયંતિની ઉજવણી માટે શરૂ થયેલ જોરદાર તૈયારીઓ*

editor

*HELLO MORBI:ડીસાનાં ચક્ષુદાતા સદગત શારદાબેન મફતલાલ મોદીનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

Hello Morbi

Leave a Comment