• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદના ઇંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમી ની અટકાયત કરતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૫ તથા રોકડ રકમ રૂા.૨૧,૨૦૦/- સાથે પકડી પાડી જુગારનો

ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ શ્રી એસ.એચ.સારડા સાહેબ નાઓ દ્વારા પ્રોહી- જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,

જે અનુસંધાને આજરોજ હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. અજીતસિંહ.એન.સીસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ.કોન્સ. વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયા તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે ઇંગોરાળા ગામની ડોરીયાનો માર્ગની સીમમાં હરદિપસિંહ મહાવીરસિંહ ઝાલાની વાડી પાસે જાહેર રસ્તા ઉપર જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને રોકડ રકમ રૂા.૨૧,૨૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

• પકડાયેલ આરોપીઓના નામ સરનામા-
(૧) ગોરધનભાઇ ઠાકરશીભાઇ ચાવડા ઉ.વ. ૪૨ ધંધો-ખેતી રહે. નવા અમરાપર ગામ, તા.હળવદ જી.મોરબી.
(૨) રમેશભાઇ પોપટભાઇ માલકીયા ઉ.વ.૫૦, ધંધો. મજુરી રહે. પંચમુખી ઢોરો, હળવદ તા.હળવદ જી.મોરબી.
(૩) ઘનશ્યામભાઇ મેલાભાઈ માલકીયા ઉ.વ.૩૬, ધંધો-મજુરી રહે. ઇંગોરાળા ગામ, તા.હળવદ જી.મોરબી.
(૪) વિક્રમભાઇ મેરાભાઈ માલકીયા ઉ.વ.૪૪, ધંધો-મજુરી રહે. ઇંગોરાળા ગામ, તા.હળવદ જી.મોરબી
(૫) નિતેશભાઇ નથુભાઇ પટેલ ઉ.વ.૫૦, ધંધો-મજુરી રહે. ઇંગોરાળા ગામ, તા.હળવદ જી.મોરબી

* વોન્ટેડ આરોપી
૧) શંભુ વરસંગભાઇ કોળી રહે. ઇંગોરાળા ગામ, તા.હળવદ જી.મોરબી
(૨) હરેશભાઇ ડાયાભાઇ દલવાડી રહે. પ્રકાશનગર (બોયડી) તા.હળવદ જી.મોરબી
૩) અશ્વીનભાઈ કાનજીભાઇ દલવાડી રહે. પ્રકાશનગર (બોયડી) તા.હળવદ જી.મોરબી
૪) વિનોદભાઇ બચુભાઇ અનુજાતી રહે. ગણેશપુર (બોયડી) તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદામાલની વિગત-
ગંજી પતાના પાના નંગ-૫૨ કિં.રૂા.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂા.૨૧,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સપેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા તથા આર્મ પો.હેડ.કોન્સ. વિપુલભાઈ સુરેશભાઈ નાયક તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા તથા મનોજભાઇ ગોપાલભાઇ પટેલ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં ધરખમ વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

editor

*HELLO MORBI: પ્રિ-મોન્સુનની કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

editor

*જોડીયા ના બેરાજા ગામે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment