• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારાના લજાઈ ખાતે ૩૩૮ લોકોએ વહીવટી તંત્રના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો*

*ટંકારાના લજાઈ ખાતે ૩૩૮ લોકોએ વહીવટી તંત્રના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો*

*વહીવટી તંત્ર દ્વારા અરજદારો ની ૧૦૫૭ અરજીઓનો હકારાત્મક નિકાલ કર્યો*

*માહિતી મોરબી, ૧૮ સપ્ટેમ્બર*
જિલ્લા વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના અનુસંધાને ટંકારા તાલુકામાં લજાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૧૯ ગામના ૩૩૮ લોકોએ સરકારના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો હતો.
ગત ૧૭ સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટંકારાના લજાઈ ખાતે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા ૧૩ જેટલા સ્ટોલ અરજદારોની સેવા માટે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ૧૯ ગામના ૧૦૫૭ જેટલા ગ્રામજનો દ્વારા વિવિધ સેવાઓ માટે અરજીઓ કરવામાં આવી હતી. આ તમામ ૧૦૫૭ અરજીઓનો વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ દ્વારા તાત્કાલિક હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
ટંકારા તાલુકામાં આગામી ૦૩ ઓક્ટોબરના રોજ જબલપુર ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ૧૧ ગામોને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવશે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં રામજીભાઈ ગણેશભાઈ કણઝારીયા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજાયો.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐈𝐓𝐈 ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ અને ૧૦૦ બેડની નવી હોસ્ટેલ શરૂ થશે: મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા*

editor

*ગૂજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે મોરબી પોલીસ તંત્ર એક્શન મોડમાં પત્રકાર પરિષદ યોજી વિગતો કરી જારી*

Hello Morbi

Leave a Comment