• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36-AB નવી સીરીઝ શરૂ થશે

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે
મોરબી : મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36- AB- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૨૫-૧૧-૨૦૨૦થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.

ટુ વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૧૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૫૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૨૦૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧૦/૧૨/૨૦૨૦ સુધી https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૧૧/૧૨/૨૦૨૦ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૧૨/૧૨/૨૦૨૦ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા. ૧૨/૧૨/૨૦૨૦ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું ત્રણ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરી આ ફોર્મ સાથે અરજી કરેલ ફોર્મ CNA અને ઇ-પેમેન્ટથી રસીદ લગાવી આરટીઓ કચેરીમાં તા.૧૬/૧૨/૨૦૨૦ ના રોજ સાંજના ૪:૦૦ કલાક સુધીમાં ફોર્મને ચકાસણી અર્થે જમા કરાવવાનુ રહેશે તેમ મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ*

editor

*મુખ્ય નિર્વાચન અધિકારીનું ‘અવસર લોકશાહીનો’ અભિયાન*

Hello Morbi

*મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ અને મહામંત્રી સહિત નાની નિમણૂંક*

Hello Morbi

Leave a Comment