• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હાઉસીંગ સોસાયટીઓના સભાસદોએ ૩૦ મે, ૨૦૨૫ સુધીમાં ઓડિટ કરાવી લેવું*

*હાઉસીંગ સોસાયટીઓના સભાસદોએ ૩૦ મે, ૨૦૨૫ સુધીમાં ઓડિટ કરાવી લેવું*

*મોરબી, તા. ૧૩ સપ્ટેમ્બર*
હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ.સોસાયટીઓનું તા.૩૧- ૦૩-૨૦૨૪ના સમયગાળા સુધીનું ઓડીટ રજિસ્ટ્રારશ્રીની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય, મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારશ્રીની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના મોરબી જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડીટરની ઠરાવથી નિમણુંક કરી તે બદલની અત્રેની કચેરીમાં જાણ કરવા તથા તા.૩૦-૦૫-૨૦૨૫ સુધીની સમય મર્યાદામાં ઓડીટ પૂર્ણ થાય તે બાબતેની જરૂરી કાર્યવાહી કરવા આથી લાગુ પડતી તમામ હાઉસિંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવા તથા ઓડીટ પૂર્ણ થયેથી ઓડીટ અહેવાલ અત્રે મદદનિશ જિલ્લા રજિસ્ટ્રારશ્રી (હાઉસિંગ) મોરબી-ભુજની કચેરીમાં રજુ થાય તે સંબંધિત કાર્યવાહી થવા વિનંતી છે. પ્રસ્તુત અધિસુચના અન્વયે સોસાયટીના નિયામક મંડળને સહકારી કાયદા કાનુન આધીન જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહકારી મંડળીઓની કચેરીના જિલ્લા રજીસ્ટ્રારશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે.

Related posts

*મોરબીના વધુ 11 કોરોના દર્દીઓએ આજે જામનગરમાં અંતિમશ્વાસ લીધા*

Hello Morbi

*જોડિયાના હડીયાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની વિશેષ સુવિધાઓ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સિરામિક સિટી ખાતે ફ્લેટમાં ઓન લાઈન ક્રિકેટ નો સટો રમડતા આઠ આરોપીને ૨,૩૦,૨૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment