• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: લીલાપર ચોકડી પાસેથી ૪૭૫ લીટર કેફીપ્રવાહી સાથે એક ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

મોરબી : મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આજે મોરબીની લીલાપર ચોકડી પાસેથી કેફીપ્રવાહી લીટર ૪૭૫ કિ.રૂ.૯,૫૦૦ તથા રેનોલ્ટ ડસ્ટર ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩,૧૪,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જો કે એલસીબીની રેઇડમાં કેફીપ્રવાહીની હેરાફેરીમાં વધુ ત્રણના નામ ખુલ્યા હતા.

મોરબી એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના પો.કો. નંદલાલ વરમોરા તથા વિક્રમભાઇ ફુગસીયાને ખાનગી બાતમી મળેલ કે, રેનોલ્ટ કંપનીની સફેદ ડસ્ટર ગાડી નંબર GJ-13-CC-4756 વાળીમાં અલી મામદભાઇ પલેજા તથા તેનો ભાઇ ઇમરાન મામદભાઇ પલેજા રહે. બન્ને મોરબી કાલીકા પ્લોટ વાળાઓએ પોતાની ગાડીમાં કેફી પ્રવાહી મંગાવેલ છે જે ગાડી નવાગામથી લીલાપર બાજુ આવવાની છે જેથી લીલાપર ચોકડી ખાતે ગાડીની વોચ રાખતા ગાડી નંબર GJ-13-CC-4756 વાળી આવતા જેમાં કેફી પ્રવાહી લીટર ૪૭૫ કિ.રૂ. ૯,૫૦૦ તથા રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી નંબર GJ-13-CC-4756 કિ.રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩,૧૪,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને મનોજભાઇ મોહનભાઇ સાગઠીયાને ઝડપી લીધો હતો. જ્યારે ફરાર રહેલા આરોપી અલીભાઇ મામદભાઇ પલેજા, ઇમરાન મામદભાઇ પલેજા, ભરતભાઇ શાંતુભાઇ ધાધલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐑𝐓𝐎 દ્વારા જાંબુડિયા પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી શ્રી લોહાણા મહાજન-મોરબી ના પૂર્વ પ્રમુખ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી જલારામ ધામ નાં અગ્રણીઓ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામ ચેક પો.સ્ટખાતે થી છળકપટથી મેળવેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment