• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા લોકોને કેમ્પમાં સરકારી યોજનાઓનો લાભ લેવા માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું*

*સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા લોકોને કેમ્પમાં સરકારી યોજનાઓનો લાભ લેવા માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું*

રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સરકારી સેવાઓને નાગરીકો માટે સુગમ અને ઝડપી બનાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી ૧૦મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો આયોજીત થઈ રહ્યાં છે. આ અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈ આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું,કમી કરવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર,લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, તેમજ અન્ય સરકારી કામો સરળતાથી એકજ જગ્યાએ થઈ જાય એ માટે સેવાસેતું યોજ્યો હતો. આ સેવસેતુમાં મામલતદાર શ્રી વરુ સાહેબ,ચીફ ઓફિસર શ્રી પંડ્યા સાહેબ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.અને ગ્રામજનોને યોગ્યાગૅદશન પૂરું પાડ્યું હતું.

Related posts

*હિન્દના રાજા ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી મુબારક નિમિત્તે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ન્યાઝ શરીફ ના કાર્યક્રમ ઠેરઠેર યોજાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના ભડીયાદ ગામ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટની બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment