• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હુ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હું છું જ, અને હંમેશા રહીશ : પત્રકાર પરિષદ યોજી વિગતો જારી કરતા અજય લોરિયા*

 

મોરબી તા ૫ : ઘણા દિવસોથી ચર્ચા ના ચકડોળે ચળેલ આક્ષેપોનો મારો ચાલ્યા બાદ અજય લોરિયાએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાઓને હીતશત્રુઓનું કાવતરૂ ગણાવી ને ખુલી ચેલેન્જ કરી હતી અને તેઓએ કહ્યું છે કે નગર દરવાજા ચોકે મારા વિરુદ્ધ સાચો પુરાવો આપો, તો હું જાહેર જીવનમાંથી રાજીનામુ આપીને મોરબી પણ છોડી દઈશ. વધુમાં તેઓએ કહ્યું કે હું પાટીદાર નવરાત્રી મહોત્સવમા છું જ અને રહીશ જ.

વિશેષ મા અજયભાઈ લોરિયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં મને બદનામ કરવા માટે મારા વિરોધીઓ મેદાનમાં આવ્યા છે. સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના માત્રા ટ્રસ્ટીભાઈઓના કહેવાથી તેમની લાગણીને માન આપી હું આ બાબતે સ્પષ્ટતા કરી રહીયો છવ. અજય લોરીયાએ ઉમેર્યું કે પાટીદાર નવરાત્રી મહોત્સવની એક પ્રેસનોટ આવી હતી. જેમાં જણાવ્યું હતું કે અજય લોરીયાની હકાલપટ્ટી કરવામાં આવે છે. હું પૂછવા માગું છું કે કેવી રીતે હકાલ પટ્ટી કરવામાં આવી છે ? છેલા ૨૦૧૭ થી નવરાત્રી હેન્ડલ અજય લોરિયા કરે છે. જેમાં ૧૨૫ સભ્યો છે. પ્રેસ નોટમાં માત્ર૧૨ સભ્યોએ સહી કરી છે. તેમાંથી અધિકાર માત્ર બે થી ચાર સભ્યોને જ છે. સેવા સંપત્તિ ફાઉન્ડેશનના ઓરીજનલ ટ્રસ્ટી મંડળમાં આ બેથી ચાર લોકો જ છે. બાકીના સભ્યોને સહી કરવાનો કોઈ અધિકાર નથી.

વિશેષ મા અજય લોરીયા નવરાત્રી ઉત્સવ કરે છે અને આઠમા દિવસે કરોડોનો હિસાબ જાહેર કરે છે. હિતશત્રુઓને આ ગમતું નથી. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ત્રણ મહિનાની મહેનત હોય છે. પહેલા દિવસે ઈન મારીને આવી જવાથી સભ્ય બની જવાતું નથી. નવરાત્રી મહોત્સવમાં કલાકારોને તેમજ અન્ય ૨૫થી ૩૦ લાખનું પેમેન્ટ પહેલા હું ખિસ્સામાંથી આપું છું.

મારી રાજકીય કારકિર્દી અને સામાજિક કારકિર્દી પતાવવા માટે બીજા લોકોનો ઉપયોગ થઈ રહ્યો છે. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જે લોકોએ ૧૦ થી ૧૫ લાખની જાહેરાતો આપી હતી. તેને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક અફવાઓ ફરી રહી છે. હું ઇશ્વરના સોગંદ ખાઈને કહું છું જો કોઈ ૧૦૦ ટકા સાચું મારા વિરુદ્ધ ની એક પણ સાબિતી નગરદરવાજા ચોકમાં આપે તો હું જાહેર જીવનમાંથી રાજીનામું આપી મોરબી શહેર પણ છોડી દઉં.

વિશેષ મા લોરિયા એ જણાવ્યું હતું કે પાટીદાર નવરાત્રી મહોત્સવની પ્રેસ નોટમાં એવું લખવામાં આવ્યું છે કે હું રાજકીય રોટલા શેકતો હતો તો એ અનુસંધાને મારે કહેવું છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા હું જ ત્રણ- ત્રણ મહિના મહેનત કરતો હતો બધે મારા બોર્ડ લાગતા હતા. ત્યારે તમે કેમ ન બોલ્યા ? બદનામ કરવા માટે ફેસબુકમાં પાટીદાર યુવા શક્તિ મોરબી નામનું પેજ બનાવવામાં આવ્યું છે. સાચું હોય તો પર્સનલ આઇડીમાંથી બધું ચડાવવું જોઈએ. શત્રુઓને વિનંતી કરું છું કે તમારે મારી સાથે જે વેર લેવું હોય તે લ્યો, પણ બીજાને હેરાન ન કરો. આ માતાજીનો પર્વ છે અમે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા આમાં રાજકારણ ઘુસાડી કોઈની સામાજિક કારકિર્દી પતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

વિશેષ અંતમાં અજય લોરિયાએ જણાવ્યું કે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન સેવા કાર્ય કરે છે અને આગામી દિવસોમાં બમણા જોશ સાથે સેવા કરતું જ રહેશે. હિતશત્રુઓનું કામ છે આક્ષેપો કરવાનું. હું તેને ધ્યાનમાં લેતો નહિ. અને આશા રાખું કે મોરબીની જનતા પણ આવા ખોટા આક્ષેપોને ધ્યાને નહિ લ્યે.

Related posts

*જામજોધપુર ખાતે સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

*અરણીટીબા ગામ ખાતે શાળામાં બાળમેળો બાળ વિદ્યાર્થીઓ સાથે ઉજવાયો*

Hello Morbi

*ટંકારા-૬૬ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે*

Hello Morbi

Leave a Comment