• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ*

મોરબી, ૧૯ જુલાઈ
મોરબી ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સ્વાગત પોર્ટલ, લોક ફરિયાદ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ અરજીઓની પર ચર્ચા વિચારણા કરી પેન્ડિંગ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી તથા જિલ્લા સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લાના પદાધિકારીશ્રીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને જમીન માપણી, શાળાઓમાં શિક્ષકોની ઘટ, વન વિભાગની જમીન સંબંધિત પ્રશ્નો, પાણી અને રોડ રસ્તા તથા ભારે વાહનોના પાર્કિંગ માટે જગ્યાઓ ફાળવવા સહિતના રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સમીક્ષા કરી આ પ્રશ્નોના નિરાકરણ માટે ઝડપી અને યોગ્ય કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. હાલમાં ચોમાસાની ઋતુને પગલે ક્લોરીનેશન, સાફ-સફાઈ અને રોડ-રસ્તાના સમારકામની કામગીરી યુધ્ધના ધોરણે કરવા સુચના આપવામાં આવી હતી. વધુમાં ક્લેક્ટરશ્રીએ રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તા જાળવવા માટે તાકીદ કરી હતી.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી દ્વારા જિલ્લામાં સઘન વૃક્ષારોપણ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતા દ્વારા વિવિધ એન્ટ્રન્સ પરીક્ષાઓ અને મોરબી તથા લીડ બેંક મેનેજરશ્રી સાકિર છીપા દ્વારા નાણાકીય સમાવેશ અને યોજનાકીય કામગીરી વિશે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી, નાયબ વન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, , પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને જિલ્લા વહીવટ તંત્રના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બરવાળા:સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળાનું ધોરણ 𝟏𝟐 સામાન્ય પ્રવાહનું પરિણામ સતત બીજા વર્ષે 𝟏𝟎𝟎 ટકા*

editor

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ પર સપાટો 180 બોટલ ઇંગ્લિશ દારૂ જપ્ત કરી એકની ધરપકડ*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય*

Hello Morbi

Leave a Comment