• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું*

મોરબી મહાનગરપાલિકા દ્વારા શાકમાર્કેટ અને કેસરબાગ ખાતે લાઈબ્રેરીનું સંચાલન કરવામાં આવે છે. જેમાં મોરબી-૨ માં આવેલ કેસરબાગ લાઈબ્રેરીમાં અત્યારે રેનોવેશનની કામગીરી ચાલી રહી છે. લાઈબ્રેરીની બહારની સાઈડ અને અંદરની સાઈડ પ્લાસ્ટર તેમજ લાઈબ્રેરીની અંદરની ડબલ ચાર્જ ટાઈલ્સ, ધાબા પર ચાઈના મોઝેકનું કામ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં બંને લાઇબ્રેરીનો સમય સવારના ૦૮:૦૦ કલાકથી બપોરના ૧૨:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ સાંજના ૦૪:૦૦ કલાકથી ૦૭:૦૦ સુધીનો રહેશે. તેમજ લાઇબ્રેરીનું વાર્ષિક લવાજમ રૂ.૧૦૦ જેટલું રહેશે.

આ ઉપરાંત હાલમાં કેસરબાગમાં અન્ય જનરલ રેનોવેશનનું કામ જેમ કે કબિંગનું પ્લાસ્ટર વર્ક, ખરાબ બાંકડાનું રીપેરીંગ કામ, ગેટ રેનોવેશન, પેવર બ્લોક રીપેરીંગનું કામ તેમજ કમ્પાઉન્ડ વોલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે.

મોરબી શહેરની જાહેર જનતા લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરે, મોરબી મહાનગરપાલિકાને લાઇબ્રેરી માટે મહત્તમ લવાજમ મળે જેથી લાઇબ્રેરીનો વધુ વિકાસ થાય, મોરબીની જનતા લાઇબ્રેરીના પુસ્તકનો વધુ ઉપયોગ કરે તેમ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ નગરજનોને અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનરશ્રી, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:ટંકારા કુમાર તાલુકાશાળા ખાતે ૭૫ મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભવ્ય પોથીયાત્રા સાથે મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારંભ*

editor

*ટંકારા ખાતે મહિલા મોરચા ના તેમજ જિલ્લા ભાજપ હોદેદારો ની મીટીંગ યોજાઈ*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment