• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લાને રક્તપિતથી મુક્ત કરવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં : જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી*

મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરીએ રક્તપિત્ત નાબુદી ઝુંબેશ અંગે સંદેશો પાઠવ્યો છે. તાજેતરમાં તારીખ ૩૦-૦૧-૨૦૨૫ થી ૧૩-૦૨-૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં રક્તપિત્ત નાબુદી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર વિકસિત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાને રક્તપિતથી મુક્ત કરવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. રકતપિત રોગને ઓળખવું સરળ છે. જેની સારવાર સરકારી દવાખાનામાં નિ:શુલ્ક રીતે ઉપલબ્ધ છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મોરબી જિલ્લામાં રક્તપિતના નવા દર્દીઓને શોધવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું ભગીરથ કાર્ય આરંભવાનું છે. સમાજમાં રક્તપિતના દર્દીઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરીશું નહીં. જેમાં વ્યક્તિગત રીતે અને સામુહિક રીતે પ્રયત્નો થાય તે જરૂરી છે. રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીના રક્તપિત મુક્ત સમાજના સ્વપ્નને સાકાર કરવા માટે મોરબી વાસીઓના સાથ સહકારની આવશ્યકતા છે.

Related posts

*મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા કિસાન સંઘર્ષ સમિતિ ના ભારત બંધ ના સમર્થન માં એક વિરોધ પ્રદર્શન નો કાર્ય ક્રમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ હતો* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયા ખાતે આજરોજ પરમાર પરિવાર દ્વારા શ્રી લિમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI: હળવદ તાલુકામાં ટીકર ગામેથી અનેરા ઉત્સાહ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ*

editor

Leave a Comment