• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જુનિયર કલાર્કની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું* *મોરબી જિલ્લાની વિવિધ ૬૮ શાળાઓમાં પરીક્ષાનું આયોજન*

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-૩ની પરીક્ષા આગામી તા. ૦૯ /૦૪/૨૦૨૩ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતીની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૦૯/૦૪/૨૦૨૩ રોજ પરીક્ષા સમય ૧૨:૩૦ થી ૦૧:૩૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ઉપરાંત વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે તા. ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૪:૦૦ કલાક દરમિયાન ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-૩ની જગ્યાઓ માટેની પરીક્ષા મોરબી જિલ્લાની કુલ ૬૮ શાળાઓ ખાતે યોજાનાર છે. પરીક્ષા દરમિયાન યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

Related posts

*લોકસેવા અને જનકલ્યાણ કાર્યો બદલ ગ્રેવા વડોદરા દ્વારા સમાજ સેવિકા અલ્પાબેન પટેલને એવોર્ડ એનાયત*

Hello Morbi

*પેપરલીક કૌભાંડ ઉજાગર કરનાર નેતાની ધરપકડનો મોરબીમાં વિરોધ કરતા એને એસ યુઆઇ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત*

Hello Morbi

*જોડીયા ના જશાપર ગામે કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment