• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ડીસામાં જન્મદિવસ નિમિતે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

ડીસામાં જન્મદિવસ નિમિતે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ
છેલ્લા 80 મહિનાથી ડીસા નગરમાં શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગૌસેવા હેતુ દર ગુરૂવારે વિવિધ પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.ગત ગુરૂવારે કુમારી ફેની સતીષભાઈ પટેલના જન્મદિવસ નિમિતે એમના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા અને ભજનોની રમઝટ જામી હતી.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવાની અપીલ કરતાં અંદાજે રૂપિયા 112000 (એક લાખ બાર હજાર) જેટલી ગૌસેવા એકત્ર થઇ હતી.આગામી ગુરૂવારનાં ભજન નરેન્દ્રભાઇ હુકમાજી ચૌધરી પરિવારને ત્યાં જાહેર થયાં હતાં.કુમારી ફેની પટેલનો જન્મદિન હોવાથી વાજતેગાજતે તેના ઉપર ફૂલવર્ષા કરી સન્માન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પરિવારના સભ્યો સર્વ જયંતીલાલ પટેલ, પુષ્પાબેન, સતીષભાઈ,સુરેખાબેન, પ્રદીપભાઈ, અંકિતાબેન સહિત સૌનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ આનંદભાઈ પી ઠક્કર દ્રારા કરવામાં આવ્યું હતું.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે ૨૫ ઓક્ટોબરથી રી-ટેન્‍ડર પ્રક્રિયા શરૂ થશે*

editor

*તમિલનાડુમાં બનેલી દુર્ઘટના મૃત્યુ પામેલ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા પડધરીના મોવૈયા ગામના તમામ લોકો*

Hello Morbi

Leave a Comment