
ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના નવા વરાયેલા હોદ્દેદારોનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન
ડીસા નગરમાં અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે.ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના નવા હોદ્દેદારોની તાજેતરમાં જ વરણી કરવામાં આવેલ છે.સંસ્થાના નવા વરાયેલા પ્રમુખ દીપકભાઈ માધવાણી, મંત્રી આશીષભાઈ જોષી, સહમંત્રી રોહિતભાઈ ચોકસી,ખજાનચી મહેશભાઈ લેબોરેટરીવાળા સહિત સમગ્ર ટીમે ગત ગુરુવારે પૂજ્ય જલારામ બાપાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.જલારામ મંદિરના ટ્રસ્ટી ભગવાનભાઈ બંધુએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
તમામ હોદ્દેદારોનું કંકુતિલક તેમજ ફૂલછડીથી સન્માન કરી સામૂહિક રીતે સાલ ઓઢાડી જલારામ મંદિર ડીસા તરફથી અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.પ્રમુખ દીપકભાઈ માધવાણી, મંત્રી આશીષભાઈ જોષી,મહિલા સંયોજીકા રચનાબેન ત્રિવેદી ,સહસંયોજીકા શીલાબેન મહેશ્વરી સહિત સૌએ તેમનો પ્રતિભાવ આપી ડીસા નગર તેમજ ભારત દેશની સેવા માટે કટિબધ્ધતા વ્યકત કરી હતી.જલારામ મંદિરના પ્રમુખ કનુભાઇ આચાર્ય તેમજ ઉતર ગુજરાત પ્રાંત ભારત વિકાસ પરિષદના અગ્રણી ડો. અજયભાઈ જોષીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
આ પ્રેરણાદાયી અવસરે વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સર્વશ્રી બળદેવભાઇ રાયકા, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર, દીલીપભાઇ રતાણી, મહેશભાઈ મનવર, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, રમેશભાઈ પટેલ, પરેશભાઈ જીવરાણી, પરેશભાઈ ગોકલાણી, આનંદભાઈ પી.ઠકકર,નારણભાઈ મલકાણી,ભેમાભાઈ ત્રિવેદી, હિતેશભાઈ સોનપાલ સહિત ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.સૌએ મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદનો લાભ લીધો હતો.
