• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયા*

પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે “Cop of the Month” એવોર્ડ આપવા બાબત.

પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા મોરબી જિલ્લાના તમામ અધિકારીશ્રી તથા કર્મચારીઓમાં કામ કરવાની/કરાવવામાં પરસ્પર સ્વસ્થ પ્રતિસ્પર્ધાનો ભાવ ઉત્પન્ન થાય અને પોલીસ વિભાગને લગતી તથા અન્ય સામાજીક પ્રવૃતિઓની કામગીરી કરવામાં ઉત્સાહપૂર્વક અને પ્રેરણાદાયક રીતે ઉમદા કામગીરી કરવા ઉત્સુકતા વધે તેવા હેતુથી માસ દરમ્યાન ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે મોરબી જિલ્લામાં “Cop of the Month” એવોર્ડ આપવામાં આવશે. જેથી અન્ય અધિકારીશ્રી/કર્મચારીઓને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરવા પ્રેરણારૂપ બને અને તેઓના માર્ગદર્શન મુજબ અન્ય અધિકારીશ્રી/કર્મચારીઓમાં પણ નિષ્ઠાપુર્વક અને ખંતથી પોતાની ફરજ નિભાવી કેળવળી અને કૌશલ્યનો વિકાસ અને જ્ઞાનમાં વાસ્તવિક સમૃદ્ધિ લાવી પોતાની ફરજ નિભાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
તા.૦૪/૦૩/૨૦૨૫ ના રોજ પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓએ વાંકાનેર તાલુકા સ્ટેશનનુ વાર્ષિક ઇન્સ્પેકશન નોટ રીડીંગના દરમીયાન મોરબી જિલ્લાના અધિકારીશ્રી તથા કર્મચારીઓને “Cop of the Month” એવોર્ડ આપવામાં આવેલ છે જેમાં (૧) શ્રી કે.એમ. છાસીયા પોલીસ ઇન્સ્પેક્ટર ટંકારા પોલીસ સ્ટેશન (૨) શ્રી રાજદિપસિંહ પ્રતાપસિંહ રાણા એ.એસ.આઇ. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન (૩) શ્રી જગદિશભાઇ જીવણભાઇ ડાંગર પોલીસ હેડ કોન્સ્ટેબલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન (૪) શ્રી હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન (૫) યુવરાજસિંહ નીરૂભા જાડેજા પોલીસ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન નાઓને જાન્યુઆરી-૨૦૨૫ માં કરેલ ઉત્કૃષ્ટ કરેલ કામગીરી બાબતે “Cop of the Month” એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

Related posts

*ટંકારા તાલુકાના ટોળ ગમે વિકાસને વેગ આપતા સરપંચ અ.રહીમ ભાઈ ગઢવાળા*

Hello Morbi

ઝાલોદ-લીમડી હાઈવે પર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે જોરદાર ટક્કર, કારમાં સવાર 3માંથી એકનું મોત

Hello Morbi

*રાજકોટ પધારેલ પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કરેલ કાર્યો બદલ પીઠ થાબડી કરી પ્રસનસા*

Hello Morbi

Leave a Comment