• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ની શ્રી હડિયાણા કન્યાશાળા ની શિક્ષિકાએ વિકસાવી મૂલ્ય શિક્ષણ ની એક અનોખી રીત. જે કૃતિ રાજ્યકક્ષાના સાતમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ થઈ.* 

શરદ એમ.રાવલ

હડિયાણા.

શફપ્રવર્તમાન સમયમાં શિક્ષણની સાથે બાળકોમાં મૂલ્યોનું શિક્ષણ વિકસિત થાય એ ખૂબ જ જરૂરી છે શ્રી હડિયાણા કન્યા શાળાના મદદનીશ શિક્ષિકા શ્રી બારૈયા દેવાંગીબેન એમ.એ બાળકોમાં સાહસ, ધીરજ, બહાદુરી, પ્રામાણિકતા અને મદદરૂપ થવાની ભાવના જેવા ગુણોનો વિકાસ થાય એ માટે એક અનોખી રીત અજમાવી છે. તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બાળકોની સત્ય હકીકત ઘટના આધારિત પ્રસંગોને બાળવાર્તાના સ્વરૂપમાં પોતાના અવાજમાં રેકોર્ડિંગ કરી બાળકો સમક્ષ મૂકી છે. તેમણે બાલવીર વાર્તા શ્રેણી, ઐતિહાસિક- પૌરાણિક પાત્ર પરિચય શ્રેણી અને સ્વતંત્રતા ઘેલી વીરાંગનાઓ જેવી અનેક શ્રેણીઓમાં ઘણી બધી વાર્તાઓ વિકસાવી છે. તેમનો આ નવતર પ્રયોગ જામનગર જિલ્લા કક્ષાએ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી પામ્યો. ગત ૧૩, ૧૪ અને ૧૫ મી માર્ચના રોજ ઈડર મુકામે યોજાયેલ ત્રિદિવસીય રાજ્યકક્ષાના સાતમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ મા તેમણે આ મૂલ્ય શિક્ષણ ની એક અનોખી રીત બાલવીર વાર્તા શ્રેણી પ્રોજેક્ટ રજૂ કર્યો. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગના વિવિધ હોદ્દેદારો તેમજ વિવિધ જિલ્લાના ઇનોવેટિવ શિક્ષકો એ આ પ્રોજેક્ટ નો લાભ લીધો અને તેમની આ કામગીરી બદલ ઇડર ડાયેટ ના પ્રાચાર્ય શ્રી ડૉ. કે.ટી.પોરાણિયાના હસ્તે શિલ્ડ અને પ્રમાણ પત્ર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.તેમની આ વાર્તા શ્રેણીનો youtube ના માધ્યમથી રાજ્યના વિવિધ જિલ્લાના બે હજારથી વધુ લોકોએ લાભ લીધેલ છે. મૂલ્ય શિક્ષણ માટેની તેમની આ અનોખી રીત ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે…..

Related posts

*જોડિયા તાલુકાની નેસડા ગામની પ્રાથમિક શાળા ખાતે પુસ્તક યજ્ઞ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબી જિલ્લા પંચાયત ના ચેરમેન અજયભાઈ લોરિયા એ કોરોના માં છત્ર છાયા ગુમનાર દીકરી ને ભણતર અપાવવા દતક લીધી*

Hello Morbi

!!.. *વાંકાનેર નાં યુવાં એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે તારીખ ૩૧/૦૮ નાં રોજ જન્મદિવસ* ..!!

Hello Morbi

Leave a Comment