• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર નો રજતજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો*

મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર નો રજતજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો
(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)
૧૦૦૮ પોથીયાત્રા, ૩૫૦૦ વાનગીનો અન્નકૂટદર્શન,શ્રીમદ્દ સત્સંગીજીવન કથા,યજ્ઞ,ધૂન,સહિત કાર્યક્રમો યોજાયા

મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર નો રજતજયંતિ મહોત્સવ પ પૂ સદગુરુ શ્રી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી ની પ્રેરક ઉપસ્થિતિ માં ધામધૂમ ભક્તિભાવ થી તા ૬ થી૧૨ માર્ચ ઉજવાયો જેમાં ૧૦૦૮ ભવ્ય પોથીયાત્રા વક્તા પ પૂ શાસ્ત્રી શ્રી જગતપ્રકાશ દાસજી સ્વામી,પ પૂ પુરાણી શ્રી દિવ્યપ્રકાસદાસજી સ્વામી ની સુંદર વાણી માં શ્રીમદ્દ સત્સંગીજીવન કથા યોજાઈ,૩૫૦૦ વાનગી, વિશાળ અન્નકૂટ દર્શન,શ્રી હરિયાગ યજ્ઞ, મહામંત્ર ધૂન, શાકોત્સવ,પૂજનવિધિ, મેડિકલ ,રક્તદાન કેમ્પ,સહિત કાર્યક્રમો રંગેચંગે ધામધૂમથી ઉજવાયા હતા.જેનો દરરોજ હજારો ની સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો આ મહોત્સવ માં પ પૂ સદગુરુ શ્રી ઓ દેવપ્રકાશ સ્વામી (વડતાલ),પ્રેમસ્વરૂપદાસજી સ્વામી (જૂનાગઢ) શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી (ધ્રાંગધ્રા) શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી (જામનગર) સત્સંગજીવનદાસજી સ્વામી (વસ્તડીધામ) ચેતન્યપ્રિયદાસજી સ્વામી સતાધાર અમદાવાદ,શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી (ધ્રાંગધ્રા) શ્રી શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી સ્વામી (રામેશ્વર) બાલમુકુંદ સ્વામી (સરધાર) માધવપ્રિયદાસજી સ્વામી (વસ્તડીધામ) સહિત સંતો મહંતો ઉપસ્થિત રહી ભાવિકો ને આશીર્વચન પાઠવ્યા હતા.આ મહોત્સવ ને સફળ બનાવવા સંસ્કારધામ મંદિર ના સંતો મહંતો ટ્રસ્ટીમંડળ ને યુવા ટીમ મહિલા મંડળ સહિત એ ભારે જહેમત ઉઠાવી હતી

Related posts

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના અને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવાની હોય રસ ધરાવતા નાગરિકોએ તા.૨૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી*

editor

Leave a Comment