• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા ગામે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા શ્રી દેવી ભાગવત કથાનું આયોજન*

તારીખ : ૧૯/૦૩/૨૦૨૫
તંત્રી શ્રી, રાજકોટ.
*બાલંભા ગામે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા શ્રી દેવી ભાગવત કથાનું આયોજન*
રાઠોડ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી મઢ દ્વારા શુભ મુહૂર્ત ની તારીખ જાહેર
સવંત ૨૦૮૨ ના કારતક સુદ બીજ (ભાઈ-બીજ) થી પ્રારંભ
સુપ્રસિદ્ધ કથા વકતા શાસ્ત્રી શ્રી ચિંતનભાઈ ડી. પંડ્યા (અકાળાવાળા) વ્યાસ પીઠ થી કથાનું રસપાન કરાવશે.
કથા દરમિયાન ભારત વર્ષના સંતો, મહંતો, બ્રહ્મર્ષિઓના આશીર્વાદ મેળવાશે.
સવાર,બોપર,સાંજ મહા પ્રસાદ નું આયોજન
દરરોજ રાત્રીના ધૂન,ભજન મંડળ, માતાજીનો માડવો,રામદેવ પીરના પાઠ, ડાયરો, રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો
કથા વિરામ બાદ કુળદેવી ના સાનિધ્યમાં વિધ્ધવાન બ્રાહ્મણો ના સ્વમુખે શાસ્ત્રોક મંત્રોચ્ચાર દ્વારા મહાયજ્ઞ
રાઠોડ પરિવાર દ્વારા ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ

જોડિયા તાલુકાના બાલંભા ગામે સમસ્ત રાઠોડ પરિવારના આદ્ય શક્તિ કુળદેવી શ્રી ચામુંડા માતાજી નો મઢ, સુરાપુરા શ્રી ભાયાબાપા ના અપાર આશીર્વાદથી બાલંભા મુકામે રાઠોડ પરિવાર દ્વારા શ્રી દેવી ભાગવત કથાનું આયોજન કરવાં જય રહિયા છે. ત્યારે આજ રોજ રાજકોટ ખાતે કથાકાર શાસ્ત્રી શ્રી ચિંતનભાઈ ડી. પંડ્યા (અકાળાવાળા) ને શ્રીફળ અને સાકરનો પળો આપીને શ્રી દેવી ભાગવત કથાના શુભ મુહૂર્ત ની તારીખ નક્કી કરવામાં આવેલ છે.

બાલંભા મુકામે શ્રી દેવી ભાગવત કથા નું શુભ મુહૂર્ત વિક્રમ સવંત ૨૦૮૨ ના કારતક સુદ બીજ (ભાઈ-બીજ) તારીખ ૨૩/૧૦/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પોથી યાત્રા થી પ્રારંભ કરવામાં આવશે. જે કારતક સુદ નોમને તારીખ ૩૧/૧૦/૨૦૨૫ ને શુક્રવારે પૂર્ણહુતી થશે. થી કથાનું રસપાન નો સમય સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૦૩ થી ૦૬ ના સમય દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૦૧/૧૧/૨૦૨૫ ને શનિવાર ના કુળદેવી શ્રી ચામુંડા માતાજી ના સાનિધ્યમાં વિધ્ધવાન બ્રાહ્મણોના સ્વમુખે શાસ્ત્રોક મંત્રોચ્ચાર દ્વારા મહાયજ્ઞ નું આયોજન થશે. આ વર્ષે પણ ભક્તિ સભર માહોલમાં ભવ્યાતી ભવ્ય આયોજન કરવા જય રર્હિયા છે.

આ આયોજન ને સફળ બનાવવા માટે સમસ્ત રાઠોડ પરિવારના હોદેદારો, કાર્યકરો દ્વારા કાર્યને દિપાવવા ગીરીશભાઈ રાઠોડ, (મો.૮૬૬૮૮ ૩૩૦૧૮) રાકેશભાઈ રાઠોડ, (મો.૯૦૯૯૦ ૧૦૯૬૧) હિતેશકુમાર ગોરધનભાઈ રાઠોડ – પત્રકાર, (મો.૯૦૯૯૦ ૨૫૧૧૩) શૈલેષભાઈ પરસોતમભાઈ રાઠોડ, વિજયભાઈ ચમનભાઈ રાઠોડ, નદાભાઈ ભીખુભાઈ રાઠોડ, મેઘજીભાઈ રાઠોડ, વલ્લભભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ, ધીરેન ગોરધનભાઈ રાઠોડ સહિત રાઠોડ પરિવારનાં આગેવાન ભાઈઓ દ્વારા શ્રી દેવી ભાગવત કથા ના મહા આયોજનમાં જોડાવા રાજ્ય બહાર દેશ-વિદેશમાં વસતા રાઠોડ પરિવારના સભ્યો તેમજ હાલાર ચોવીસીમાં વસતાં પરિવાર જનોએ આ ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમમાં જોડાવા શ્રી ચામુંડા માતાજી મઢ બાલંભા ના વ્યવસ્થાપકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લી.
શ્રી ચામુંડા માતાજી મઢ બાલંભા
સમસ્ત રાઠોડ પરિવાર
મો. ૯૦૯૯૦ ૨૫૧૧૩

Related posts

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ -મોરબી દ્વારા દશેરા ના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ.*

editor

*”સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૨” અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર સરવડ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત વિષય પર રેલી,પોસ્ટર,રંગોળી, વોલ પેઇન્ટિંગ વગેરે પ્રવુતિઓ દ્વારા લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધર્યા*

Hello Morbi

Leave a Comment