• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:શહેરી ઘરવિહોણા લોકોને ગરમી થી બચાવવા મોરબીમહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે ડે-ડ્રાઈવ યોજવામાં આવી*

મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓનું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તા.૨૭/૦૩/૨૦૨૫ ના રોજ બપોરના સમયે માન.કમિશ્નરશ્રી અને નાયબ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા બપોરના સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહ નો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી હિટવેવ ને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી દિવસ દરમ્યાન ડે-ડ્રાઈવ નું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ
કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા ૧૫ ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા
માન.કમિશ્નરશ્રી મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સિનિયર પત્રકાર વિનોદભાઈ બાંડીવાલાનુ શુભેચ્છક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું સન્માન*

editor

*HELLO MORBI: મોરબી શહેરમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસનું ડ્રોન કેમેરા સાથે ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશન*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે આયોજન કરાયું*

editor

Leave a Comment