• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળિયા મિયાણા ગામ ખાતે નવા બસ્ટેન્ડ નું નિર્માણ કરો સી એમ ને રજૂઆત*

પ્રતિ તા. ૨૬/૦૬/૨૦૨૧

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – માળિયા (મી.) ખાતે બસ સ્ટેશન નું નિર્માણ કરવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી.

 

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે આ અગાઉ પણ અમો એ માળિયા (મી.) ખાતે બસ સ્ટેશન નું નિર્માણ કરવા માટે આપ સાહેબ ને વિનતી કરેલ હતી.

 

આ માળિયા (મી.) ખાતે મોટું બસસ્ટેશન હતું જેનું નિર્માણ ૧૯૮૦ માં કરવામાં આવેલ હતું. પરંતુ ૨૦૦૧ માં આવેલ ભયાનક ભૂકંપ માં આ બસસ્ટેશન સંપૂર્ણ નાશ પામેલ હતું ત્યાર બાદ આજ સુધી માળિયા મીયાણા ખાતે બસસ્ટેશન બનાવવા માં આવેલ નથી.

 

મળિયા(મી.) એ તાલુકા મથક છે. તાલુકા લેવલ ની ઘણી કચેરીઓ તેમજ ન્યાય કોર્ટ માળિયા (મી.) ખાતે આવેલ છે. આ ઉપરાંત કચ્છ-ભુજ તરફ જતી બધી જ બસો પણ અહીંથી જ પસાર થાય છે. તો અમારી માગણી છે કે મળીયા (મી.) ખાતે નવું બસસ્ટેશન બનાવવા માં આવે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી પરેશ ભાઈ ધાનાણી સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા

સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ માનનીય શ્રી અમિત ભાઈ ચાવડા સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

*HELLO MORBI:પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટનાઓની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરતી મોરબી જીલ્લા પોલીસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગાંધીનગરમાં ગુજરાત ગેસ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક: ભાવ સપ્લાય અને નિયમોમાં રાહતના સંકેત*

editor

Leave a Comment