• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના મિતાણા ગામે જાહેરમાં ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમતા એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

ટંકારા તાલુકાના મિતાણા ગામે જાહેરમાં ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમતા એક આરોપીને
કી.રૂ. ૧૨,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ટંકારા પોલીસ
શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાનાઓ તથા શ્રી એસ.એચ.સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેરનાઓની સુચના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ઇંગ્લીશ દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ આવી પ્રવૃતિ આચરતા ઇસમો પર વોચ રાખી વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનાઓના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા. દરમ્યાન દરમ્યાન પો.કોન્સ. તેજાભાઇ ગરચર તથા કૃષ્ણરાજસિંહ ઝાલાને ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ કે, કિશનભાઇ મગનભાઇ બસીયા રહે. મિતાણા તા.ટંકારા જી.મોરબી વાળો તેના રહેણાંક મકાન વાળી ઉભી શેરીમાં તાજેતરમાં ચાલતી TATA IPL ટી-૨૦ ક્રિક્રેટ મેચનુ મોબાઇલ ફોનમાં ક્રિક્રેટ ગુરૂ એપ્લીકેશનમાં ચાલુ મેચનો સ્કોર બોર્ડ જોઇ અલગ અલગ ગ્રાહકોના મોબાઇલ ફોનથી ડાયરીમાં રન ફેરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો હોવાની હકિકત મળેલ જે હકિકત આધારે મિતાણા ગામે રેઇડ કરતા નીચે જણાવેલ એક આરોપી બોલપેન ડાયરી, અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૪ તથા રોકડા રૂપીયા-૧૮૦૦/- મળી કુલ કી.રૂ. ૧૨,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
સુરક્ષા
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧) કિશનભાઇ મગનભાઇ બસીયા ઉ.વ. ૨૭ રહે. મિતાણા તા.ટંકારા જી.મોરબી- પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) સાગરભાઇ લાખાભાઇ બસીયા રહે. મિતાણા તા.ટંકારા જી.મોરબી
(૨) વિક્રમભાઇ જેઠાભાઇ બસીયા રહે. મિતાણા તા.ટંકારા જી.મોરબી- પકડાયેલ મુદામાલની વિગત –
૧) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ. ૧૧,૦૦૦/-
(૨) રોકડા રૂપીયા કિ.રૂ.૧૮૦૦/- મળી કુલ કી.રૂ-૧૨,૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.- કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સેકટરશ્રી કે.એમ.છાસીયા તથા ASI ભાવેશભાઇ
વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલાનાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ભાડુઆતે કરેલ દાવાના હુકમ સામે દુકાનના માલિકે કરેલી અપીલને ડિસ્ટ્રીકટ કોર્ટે રદ કરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

*HELLO MORBI: હળવદ તાલુકાના સુખપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને મીઠેરો આવકાર*

editor

Leave a Comment