• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જીવન દર્શન સંઘર્ષ, મહેનત, ઉત્સાહ અને વિશિષ્ટ લાગણી થકી સ્વામી લીલાશાહ ભગવાનની પ્રભુભક્તિ તેમજ રાષ્ટ્રભક્તિમાં સદાય આગવો નિજાનંદ માણતા ડીસાના દીલીપભાઇ લોંગમલ ઠરિયાણી*

જીવન દર્શન સંઘર્ષ, મહેનત, ઉત્સાહ અને વિશિષ્ટ લાગણી થકી સ્વામી લીલાશાહ ભગવાનની પ્રભુભક્તિ તેમજ રાષ્ટ્રભક્તિમાં સદાય આગવો નિજાનંદ માણતા ડીસાના દીલીપભાઇ લોંગમલ ઠરિયાણી

જે વ્યક્તિએ આગળ વધવું હોય તેણે સંઘર્ષ તો કરવો જ પડે.મહેનત અને ઉત્સાહ થકી જ જીવનમાં નિજાનંદનો પ્રવેશ થાય છે.સૌ પ્રત્યે અપાર સ્નેહ, લાગણી,દયા,કરૂણા રાખવાથી જ પરમાત્માનો અખૂટ રાજીપો રહે છે.પિતા લોંગમલ કરમચંદ ઠરિયાણી અને માતા જમનાબેનના પરિવારમાં 13-7-1963 ના રોજ ડીસા ખાતે જન્મેલા દીલીપભાઇ ઠરિયાણી બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા સેવાના ભેખધારી છે. ધોરણ 11 સુધી ભણેલ તેમનાં ધર્મપત્ની હીનાબેન ઘર, પરિવાર અને મહેમાનોને સાચવવાની આગવી કૂનેહ ધરાવે છે.હીનાબેન ખૂબ જ ધર્મપ્રેમી, ગૌપ્રેમી, પરિવારપ્રેમી અને સમાજ હિતચિંતક છે.તેમની દીકરી ઉષાબેને એમ.બી.એ.કરેલ છે અને હાલમાં તેમના પતિ સુનીલકુમાર સતવાણી (સી.એ.) સાથે મુંબઈ ખાતે નિવાસ કરે છે.તેમના બેઉ દીકરાઓ જીગરકુમાર(એલ.એલ.બી.) અને સિધ્ધાંતકુમાર(ઈન્ટર સી.એ.) વેપાર સાથે સંકળાયેલા છે.દીલીપભાઈએ ધોરણ 1 થી 4 સુધી સિંધી માધ્યમમાં ડીસાની તાલુકા શાળા માં અભ્યાસ કર્યો.ધોરણ ૫ થી ૧૨ આદર્શ હાઇસ્કુલ ડીસા ખાતે તેમજ એફ.વાય.બી.કોમ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં ભણ્યા.નાની ઉંમરથી જ ધંધાની જવાબદારી તેમના શિરે આવેલ છે.ધોરણ 2 થી 12 સુધી જ્યોર્જ ટોકીઝમાં પાનનો ગલ્લો ચલાવ્યો.ફુવારા સર્કલ પાસે રેડીમેડ કાપડની લારી કરી.જોકે આખોય લોહાણા સમાજ અતિ મહેનતુ છે પણ એમાંય સિંધી,થરી અને પારકર લોહાણા વધારે મહેનતુ છે.દીલીપભાઈએ એસ.વાય.બી.કોમ.નો ચાલુ અભ્યાસ છોડી શાકમાર્કેટમાં માસિક રૂપિયા 150 ના પગારથી નોકરી કરી.એ પછી પિતાજીની સાથે ” દીલીપકુમાર લોંગમલ” નામની પેઢી ખોલી.શાકમાર્કેટમાં હોલસેલ શાકભાજી વેપારી અને કમિશન એજન્ટ તરીકે કામગીરી કરી.7 થી 10 વર્ષની ઉંમરે પૂર્ણિમા લોજની સામે ડોકટર ભોગીલાલના દવાખાનાની પાસે એમના કાકાની ચા ની લારી હતી.ત્યારે પણ એક્સ્ટ્રા ટાઈમમાં કૃષ્ણ વિશ્રામ ગૃહની તમામ રૂમોમાં ચા આપવા જતા.
‌1981 થી 2025 એમ છેલ્લા 45 વર્ષથી તેઓ જનસંઘ અને ભાજપની વિચારસરણી સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.આદરણીય લેખરાજ બચાણી સાહેબ અને આદરણીય કાંતિલાલ કચોરીયા સાહેબ તેમના રાજકીય માર્ગદર્શક રહ્યા છે.વર્તમાનમાં તેઓ જિલ્લા ભાજપ કારોબારીમાં આમંત્રિત સભ્ય તેમજ આર.એસ.એસ.પ્રેરિત ભારતીય સિંધુ સભાની શાખા ગુજરાત પ્રદેશ સિંધી સમાજના ઉપાધ્યક્ષ છે.1981 માં કોલેજકાળ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પૂતળા દહન કાર્યક્રમ દરમિયાન કોલેજના કેટલાક વિધાર્થીઓની ધરપકડ કરી પાલનપુર સબજેલમાં ત્રણ દિવસ રાખેલ તેમાં તેઓ પણ હતા.આ બનાવ પછી તેઓ ભાજપ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયા અને આજદિન સુધી છે.1984 થી 1988 સુધી ડીસા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ રહ્યા.1989 માં ભાજપ પક્ષે ડીસા નગરપાલિકાની ચૂંટણી લડ્યા પણ 62 મતે હાર્યા.1990 માં હરેશભાઈ જાની ડીસા વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે ડીસા શહેરના ઇન્ચાર્જ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી.9 નવેમ્બર 1989 ના દિવસે શ્રી રામ શીલા પૂજન નિમિત્તે ડીસા શહેરની જવાબદારી સંભાળી.આ સમયગાળામાં ગુજરાતમાં કોંગ્રેસનો ભારે દબદબો હતો.ભાજપનું કામ કરવું જીવનું જોખમ ગણાતું.આવા સંજોગોમાં પણ દીલીપભાઇએ ખૂબ જ નીડરતાપૂર્વક ભાજપનું કામ કર્યું અને અનેક પ્રલોભનો છતાં ભાજપનો સાથ ના છોડ્યો.૬ ડિસેમ્બર ૧૯૯૨ ના રોજ બાબરી ધ્વસ્તના દિવસે અયોધ્યામાં કારસેવક તરીકે હાજરી આપી.1994 માં ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ફરી ટિકિટ મળતાં ઝળહળતો વિજય થયો.નગરપાલિકામાં ભાજપ પક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી.ડીસા નગરપાલિકામાં કારોબારી સમિતીના ચેરમેન રહ્યા.ડીસા શહેર ભાજપના ઉપાધ્યક્ષ બન્યા.બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારક તરીકેની અનેકવાર સફળતાપૂર્વક જવાબદારી સંભાળી.બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો શ્રી હરજીવનભાઈ પટેલ, શ્રી રાણાભાઈ દેસાઈ, શ્રી વાલજીભાઈ ઠક્કર, શ્રી હરેશભાઈ જાની, શ્રી નાનુભાઈ દોશી ,ડો.મોગરા, શ્રી મહેશભાઈ દવે, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત તમામના સમયગાળામાં તેઓ જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય તરીકે રહ્યા.હાલમાં પણ વર્તમાન પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલાની ટીમમાં તેઓ જિલ્લા ભાજપ કારોબારીમાં આમંત્રિત સભ્ય છે.વર્તમાન સમયમાં તેઓ સામાજિક, સહકારી, શૈક્ષણિક, ધાર્મિક એમ તમામ જવાબદારીઓ સુપેરે નિભાવી રહેલ છે.
તેઓ સિંધી સમાજ (ભારતીય સિંધુ સભા)ના પ્રદેશ ઉપાધ્યક્ષની સાથે ઉત્તર ગુજરાત સિંધી સમાજ કોર કમિટીના કાર્યકારી અધ્યક્ષ છે. ડીસાની શ્રી કે.બી.અગ્રવાલ હાઈસ્કૂલ (હરિઓમ સ્કૂલ)માં ટ્રસ્ટી/સહમંત્રી છે.સ્વામી લીલાશાહ કુટિયા આશ્રમ, સમાધિસ્થળ, આદિપુર તેમજ સ્વામી લીલાશાહ આશ્રમ નૈનીતાલ, ઉતરાખંડમાં તેઓ ઘણા સમયથી ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ સમર્પિત ભાવથી નિરંતર કાર્યરત છે.ડીસાની અનેક સેવાભાવી સંસ્થાઓ જલારામ મંદિર, શાંતિધામ, ગાયત્રી મંદિર, મુક્તિધામ, સાંઈબાબા મંદિરમાં તેમનું આર્થિક યોગદાન રહ્યું છે.તેઓ સારા ગાયક પણ છે.વન નેશન વન ઈલેકશન હેતુ માટે તેમણે જબરજસ્ત લોકસંપર્ક કર્યો હતો.
સદાય હસમુખા, નમ્ર, વિવેકી,નિષ્કપટ, નિષ્ઠાવાન, નિસ્વાર્થ,કર્મઠ, નિજાનંદી એવા દીલીપભાઇ ઠરિયાણી એક મળવા જેવા માણસ છે.તેઓ પૂરતું ભણી ના શક્યા તેનો તેમને અફસોસ છે.નવી પેઢી ઉચ્ચ શિક્ષણ સારી રીતે લઈ આગળ વધે તે માટે શિક્ષણ સંસ્થાઓ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેઓ મદદરૂપ બને છે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા તેમના નિવાસસ્થાને ભૂતકાળમાં ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થયેલ ત્યારે ખૂબ સંખ્યા હતી અને તેમણે ખૂબ જ સારી ગૌસેવા કરી હતી.ખૂબ જ જાગૃત, ઉત્સાહી,નગરપ્રેમી, લીલાશાહ મહારાજના પ્રખર ભક્ત, ધર્મપ્રેમી,ગૌપ્રેમી, સત્સંગપ્રેમી, રાષ્ટ્રપ્રેમી, જલારામપ્રેમી,રામપ્રેમી એવા દીલીપભાઇ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં ભારત વિશ્ર્વગુરૂ બને તેવી ઉત્કટ ભાવના ધરાવે છે.ડીસા નગરનો ખૂબ જ સારો વિકાસ થાય તે માટે તેઓ સતત ચિંતન કરે છે.ભારતીય જનતા પાર્ટીના એક અદના ,વફાદાર, નિષ્ઠાવાન, નિયમિત, નિસ્વાર્થ કાર્યકર તરીકે સમગ્ર ડીસા નગર અને બનાસકાંઠા જિલ્લામાં તેમની આગવી ઈમેજ છે.ગુજરાત અને ભારતમાં અનેક સ્થળોએ તેઓ ફર્યા છે.ગુજરાતમાં આદિપુર અને ભારતમાં નૈનીતાલ જેવાં ગુરૂસ્થાનો જ એમનાં પ્રિય સ્થળો છે.વિદેશમાં તેઓ દુબઈનો પરિવાર સાથે પ્રવાસ કરી ચૂક્યા છે. હવે જ્યારે તેમને અમેરિકાના વિઝા મળી ગયા છે ત્યારે તેમની ધર્મપત્ની સાથે અમેરિકા પ્રવાસ જવાની તૈયારી કરી રહ્યા છે.
કોંગ્રેસનો વિરોધ કરવામાં તેઓ ત્રણેક વખત જેલવાસ ભોગવી ચૂકયા છે.ડીસા નગર કે આજુબાજુના વિસ્તારમાં કોઈપણ કુદરતી આપત્તિ વખતે દીલીપભાઇની જાગૃતિ, સક્રિયતા અને સેવા કાબિલેદાદ હોય છે.તેમનો આ લેખ વાંચી અચૂક અભિનંદન આપવા તેમનો મોબાઈલ નંબર 9624099555 છે.
ડીસા નગરમાં મોટા ખર્ચે અધતન લીલાશાહ કુટિયા(આશ્રમ) કાંટ રોડ પર બની રહેલ છે તે પ્રોજેક્ટના તેઓ ચેરમેન છે. તેમના પિતાશ્રીનું આ સ્વપ્ન હતું અને તેમનું પણ આ અંતિમ સ્વપ્ન છે.ડીસામાં સુંદર બાગ બગીચા/વોટરફોલ સાથેનો વિશાળ સ્વામી લીલાશાહ આશ્રમ બની જાય અને નગરના સૌ લોકો ત્યાં સાંજે આવી વિશ્રામ કરે, ભજન કરે અને ભોજન લઈને જાય તેવું તેમનું સ્વપ્ન છે. આશ્રમના ઉદ્ઘાટન પછી તેઓ પોતાની ધર્મપત્ની સાથે આશ્રમની સેવામાં સદાય કાર્યરત/ વ્યસ્ત રહેનાર છે. સમગ્ર સનાતન હિંદુ સમાજને સાથે રાખી સમગ્ર વિશ્વના ધર્મપ્રેમી લોકોના આર્થિક સહયોગથી તેમજ સંત શિરોમણી સ્વામી લીલાશાહ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સેવાધારીઓ તેમજ સમગ્ર વિશ્વના સાંઈ લીલાશાહ પ્રેમીઓના સહયોગથી સમગ્ર ટીમ દ્વારા કાંટ રોડ પર નિર્માણ પામી રહેલા આશ્રમ નું 90 % કામ પૂર્ણ થ‌ઈ ચૂકેલ છે.આ લીલાશાહ કુટિયા ખાતે કાયમી અન્નક્ષેત્ર ચાલુ કરી ડીસા મીની વીરપુર બને તેવી તેમની ઉચ્ચ ભાવના છે.તેઓ જે કામ હાથમાં લે તે પૂર્ણ કરીને જ જંપે છે.દીલીપભાઈ જેવા નાના સમાજના ભાજપના પાયાના નિષ્ઠાવાન કાર્યકરોની યોગ્ય કદર કરી તેમને મહત્વની જવાબદારી સોંપી કાર્યકરોનો હોંશલો બુલંદ કરવાની જરૂર છે.
ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક, રાજકીય, સેવાકીય એમ તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહી કૂનેહપૂર્વક આગવી કામગીરી કરનાર આદરણીય દીલીપભાઇ ઠરિયાણી હજુ પણ વધારે પ્રગતિ કરે તેવી સદભાવના સાથે તેમને ખૂબ ખૂબ અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ )
ડીસા-ગુજરાત
મોબાઈલ:9825638643

Related posts

*HELLO MORBI:વાંકાનેર સીટી પો.સ્ટે.ના આશરે પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને પકડી પાડતી AHTU ટીમ મોરબી*

editor

*મોરબીમાં બોગસ જુગારની રેડ મામલે જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા આમ આદમી પાર્ટીની માંગ*

Hello Morbi

*દરિયાઈ વિસ્તારોમાં ચાલી રહેલ ડીમોલિશન બાબતે મુસ્લિમ સમાજ શાંતી જાળવે : ઈમ્તિયાઝ પઠાણ*

Hello Morbi

Leave a Comment